સુરતમાં કપલ સ્વેપિંગનો વિવાદ, મહિલાના ગંભીર આક્ષેપ
સોશિયલ મીડિયા એકાઉન્ટથી ઓળખાણ બાદ મહિલાએ પતિ અને પરિવાર સામે કર્યા ચોંકાવનારા દાવા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
સોશિયલ મીડિયાથી શરૂ થયેલી ઓળખાણ બાદ વિવાદનો ખુલાસો
રાજકોટમાં એક મહિલાએ સોશિયલ મીડિયા મારફતે સુરતમાં ચાલતા કથિત 'કપલ સ્વેપિંગ' નેટવર્ક અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નના થોડા મહિના બાદ તેના પતિએ તેને 'કપલ સ્વેપિંગ' ગૃપ વિશે જાણકારી આપી હતી અને તેમાં જોડાવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ આનો વિરોધ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
ફેક એકાઉન્ટથી થતી ઓળખાણનો આરોપ
મહિલાના દાવા મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ નામથી બનાવવામાં આવેલા ફેક એકાઉન્ટ દ્વારા કપલ્સ એકબીજાના સંપર્કમાં આવે છે. શરૂઆતમાં સામાન્ય વાતચીત અને મુલાકાતો યોજાય છે અને પછી ધીમે ધીમે સંબંધો વધુ નજીક લાવવામાં આવે છે. મહિલાનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે સંચાલિત કરવામાં આવે છે.
કેવી રીતે શરૂ થાય છે ‘કપલ સ્વેપિંગ’
'ફેસબુકમાં કપલ ફોટો માંગવામાં આવે છે અથવા વીડિયો કોલ કરીને એકબીજાને જોઇ લેતા હોય છે. અમુક કપલ પહેલેથી એકબીજાના સંપર્કમાં હોય છે. શરૂઆતમાં ફેસબુકના માધ્યમથી નોર્મલ વાત કરવામાં આવે છે. એ લોકો પહેલાં સામાન્ય ચા-પાણી પીવાની મિટિંગ ગોઠવે અને એકબીજા સાથે મુલાકાત કરે, પછી સ્થળ શોધે અને ફરવા જવાનું નક્કી કરે પછી હોટલમાં રૂમ રાખીને રોકાય. કપલ હોય એટલે હોટેલના રૂમ બુક કરવામાં કોઇ વાંધો આવતો નથી.'
જેની પત્ની ગમે તેની સાથે જવાનું નક્કી કરે
'કપલ્સ એકઠાં થઇ ફિઝિકલ રિલેશનની વાતો કરતા હોય છે. જેને જેના પત્ની ગમે એ એક બીજા સાથે નક્કી કરતા હોય છે. જે રૂમ બુક થયા હોય એમાં જતા રહે છે. મહિને 2-3 વખત આવી ટૂર નક્કી થતી હોય છે. આમાં પૈસાદાર લોકો અને મધ્યમ વર્ગના લોકો હોય છે. મધ્યમ વર્ગને એક નાઇટ માટે 20 હજાર સુધીની ઓફર પણ કરાય છે. પહેલા 4-5 કપલ હોય. ધીમે ધીમે 15 જેટલા કપલ થાય. હવે 400થી વધુ કપલ થઇ ગયા.'
લગ્નના થોડા મહિનામાં શરૂ થયું દબાણ
વર્ષ 2022માં લગ્ન થયા બાદ થોડા જ સમયમાં તેના પતિએ તેને આવા જૂથમાં સામેલ થવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું મહિલાએ જણાવ્યું છે. તેણે આ પ્રસ્તાવનો વિરોધ કરતાં ઘરેલું વિવાદ શરૂ થયો હતો. મહિલાનો દાવો છે કે તેની પાસે ચેટ અને અન્ય પ્રકારના પુરાવા પણ ઉપલબ્ધ છે.
બ્લેકમેઈલિંગ અને માનસિક ત્રાસના આક્ષેપ
મહિલાના જણાવ્યા મુજબ, તેણે આવા સંબંધોનો સ્વીકાર ન કરતાં તેના પર દબાણ અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓને ધમકીઓ આપીને અથવા બ્લેકમેઈલ કરીને પણ સંડોવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ અને પરિવાર અદાલત સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે.
શું છે 'કપલ સ્વેપિંગ'ની ચર્ચા?
તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિવિધ અહેવાલો અને દાવાઓમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક જૂથોમાં પરસ્પર સંમતિથી સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જોકે, આવા તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને દરેક કેસની હકીકત અલગ હોઈ શકે છે.
અલગ અલગ રીતથી 'કપલ સ્વેપિંગ'
આ પ્રકારની પાર્ટીમાં મિત્રો કોઇ એક વ્યક્તિના ઘરે એકઠા થાય છે. ત્યાં ઘરની, કારની ચાવીઓ કાઢીને ટેબલ પર મૂકે છે પછી એ લોકો હાથ તાળી આપીને દાવ પકાવે છે અથવા તો બોટલ સ્પીન કરીને વારો નક્કી કરે છે. ઘણી વખત કિચન-કીની રમત પણ રમે છે. જેમાં તેઓ પોતાના ઘર અને કારની ચાવી સાથે પોતાની વાઇફને પોતાના મિત્રને હવાલે કરી દે છે અને પછી તેઓ આ રીતે ત્યાંથી પોતપોતાના નક્કી કરેલાં સ્થળે આ વિચિત્ર રમત રમવા પહોંચી જાય છે.
ઘણી વખત આ રમત એક દિવસની હોય છે. ઘણીવાર 2થી 3 દિવસની હોય છે. આ પ્રકારનો શોખ ધરાવતા નવા-નવા લોકો આમાં ઉમેરાતા જાય છે. આ રમતમાં સૌથી મેઇન વાત એ છે કે વાઇફ સુંદર હોવી જોઇએ અને તે પોતે પણ રાજીખુશીથી તૈયાર થવી જોઇએ. કારણ કે આ આખો ખેલ પરસ્પરની મરજીથી ચાલે છે. અપવાદરૂપ કિસ્સામાં એવું પણ બને છે કે વિકૃત માનસિકતા ધરાવતો પતિ પત્નીને મારઝુડ કરીને અથવા જબરદસ્તી આવું કામ કરાવતો હોય છે.
'કપલ સ્વેપિંગ'ની શરૂઆત કેવી રીતે થઇ?
બીજા વિશ્વ યુદ્ધ સમયે અમેરિકન ફાઇટર પાયલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યાં હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઇટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી પરંતુ તેમને એ વાતનો ભરોસો નહોતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. આવી હાલતમાં કેટલાક ફાઇટર પાયલટ્સે એક રાતની ચેન પાર્ટી રાખી. પાર્ટીમાં પાયલટ્સે પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાયલટના હાથમાં બીજા પાયલટની ચાવી આવી તેમણે તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું મનાય છે કે અહીંથી જ કપલ સ્વેપિંગનો પાયો નખાયો.
કાયદાકીય અને સામાજિક પાસાં
કાયદાના જાણકારોના મતે, કોઈપણ પ્રકારની જબરદસ્તી, ધમકી અથવા બ્લેકમેઈલિંગ ગુનાની શ્રેણીમાં આવે છે. બીજી તરફ, વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા મામલાઓમાં સંમતિ, ગોપનીયતા અને કાયદાકીય જોગવાઈઓ પણ મહત્વપૂર્ણ બની જાય છે. આવા મુદ્દાઓમાં પીડિત વ્યક્તિ પોલીસ અને કોર્ટનો સહારો લઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પ્રેમ કરવો પણ હવે મોંઘો પડી રહ્યો છે? ₹5,000ની ડેટ પછી યુવતીએ લિપસ્ટિકની ખરીદી પણ ટાળી! Gen Z માટે ડેટિંગ કેમ બની રહ્યું છે ખર્ચાનો હિસાબ?

મચ્છર અને માખીઓથી પરેશાન છો? લીંબુની છાલ, લીમડાના પાન, કપૂર, લવિંગ અને તજથી ઘરે સરળ DIY મચ્છર રિપેલેન્ટ બનાવવાની રીત જાણો. ઓછા ખર્ચે બનતા આ ઘરેલું ઉપાય સાથે જરૂરી સાવચેતી પણ જાણો.

સુલતાનપુરનો પ્રખ્યાત ‘લાલ પેડા’ પોતાના ઘેરા રંગ અને કારામેલ જેવા અનોખા સ્વાદ માટે જાણીતો છે. આખરે આ પેડાનો રંગ લાલ કેવી રીતે થાય છે? જાણો સુલતાનપુર લાલ પેડાની ખાસિયત અને ઘરે બનાવવાની સરળ રેસીપી.