ગર્ભમાં ગર્ભ આશ્ચર્યજનક દ્રશ્ય: એક અસામાન્ય તબીબી ઘટના
પ્રસૂતિ વિભાગમાં ચોંકાવનારી ઘટના: ગર્ભવતીના પેટમાં બીજું બાળક!

ગર્ભમાં ગર્ભની અસાધારણ ઘટના: તબીબોને પણ ચોંકાવી

ગર્ભમાં ગર્ભની અસાધારણ ઘટના: તબીબોને પણ ચોંકાવી
મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના ઘટી હતી. જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરી, ત્યારે તેમણે વિચાર્યું કે ગર્ભમાં એક બાળક છે, પરંતુ તે જ સમયે તેમણે ધ્યાનથી જોયું તો તેઓ ચોંકી ગયા. ડૉક્ટરે તેમના જીવનમાં ક્યારેય નહીં જોયું હોય તેવું તેમણે આ દિવસે જોયું. ડૉક્ટરો જોયું કે, આ બાળકના પેટમાં બીજું બાળક દેખાતું હતું. આ અજીબ અને આશ્ચર્યજનક ઘટના અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી છે.
બુલઢાણાના એક ગામની એક 9 મહિના ગર્ભવતી મહિલા સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં ડોક્ટર પ્રસાદ અગ્રવાલે તેની સોનોગ્રાફી કરી હતી. સોનોગ્રાફી દરમિયાન, ડૉ. અગ્રવાલે મહિલાના પેટમાં એક બાળક જોઈને આશ્ચર્ય ચકિત થયા, પરંતુ વધુ તપાસમાં તેમને આ બાળકના પેટમાં બીજું બાળક પણ જોવા મળ્યું. ડૉ. અગ્રવાલે આ તપાસ ત્રણ વાર કરી. ડૉ. અગ્રવાલે આ વાત તેમના ઉપરી અધિકારીઓને કહી. પ્રસૂતિ દરમિયાન કોઈ જટિલતા ન થાય તે માટે તેમના ઉપરી અધિકારીએ ગર્ભવતી મહિલાને સંભાજીનગર મોકલી દીધી.
સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. પ્રસાદ અગ્રવાલે જણાવ્યું કે, ગર્ભવતી મહિલાને કોઈ પણ ગંભીર સમસ્યા નહીં થાય. તેમ છતાં, તેમણે ચેતવણી આપી કે જો જન્મેલા બાળકની તાકીદથી સારવાર ન કરવામાં આવી, તો તેનો વિકાસ ખોરવાઈ શકે છે. આથી, તબીબી ધ્યાન અને સંભાળ મહત્વપૂર્ણ છે. દરમિયાન, સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારીએ કહ્યું કે, આ ઘટનાને તબીબી ભાષામાં "ગર્ભમાં ગર્ભ" (fetus in feto) કહેવાય છે. તેમણે આગળ કહ્યું કે, આવી ઘટના દુનિયામાં બહુ દુર્લભ છે. તેમણે જણાવ્યું કે આજ સુધીમાં વિશ્વમાં આ પ્રકારના લગભગ 200 કેસ નોંધાયા છે, જેમાંથી 15 થી 20 કેસ માત્ર ભારતમાં નોંધાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પ્રેમ કરવો પણ હવે મોંઘો પડી રહ્યો છે? ₹5,000ની ડેટ પછી યુવતીએ લિપસ્ટિકની ખરીદી પણ ટાળી! Gen Z માટે ડેટિંગ કેમ બની રહ્યું છે ખર્ચાનો હિસાબ?

મચ્છર અને માખીઓથી પરેશાન છો? લીંબુની છાલ, લીમડાના પાન, કપૂર, લવિંગ અને તજથી ઘરે સરળ DIY મચ્છર રિપેલેન્ટ બનાવવાની રીત જાણો. ઓછા ખર્ચે બનતા આ ઘરેલું ઉપાય સાથે જરૂરી સાવચેતી પણ જાણો.

સુલતાનપુરનો પ્રખ્યાત ‘લાલ પેડા’ પોતાના ઘેરા રંગ અને કારામેલ જેવા અનોખા સ્વાદ માટે જાણીતો છે. આખરે આ પેડાનો રંગ લાલ કેવી રીતે થાય છે? જાણો સુલતાનપુર લાલ પેડાની ખાસિયત અને ઘરે બનાવવાની સરળ રેસીપી.