US ની આત્મઘાતી ઇમિગ્રેશન નીતિઓ, ભારતીય પ્રતિભાઓનો બહિષ્કાર, અમેરિકાનું ભવિષ્ય જોખમમાં!
93% ટેક લીડરો ઉચ્ચ કુશળતા ધરાવતા ઇમિગ્રન્ટ્સને USની સ્પર્ધાત્મકતા માટે અનિવાર્ય માને છે, તેમ છતાં વિઝા ફી...

કડક ઇમિગ્રેશન નીતિઓનો ખેલ!

કડક ઇમિગ્રેશન નીતિઓનો ખેલ!
અમેરિકા (US)ની કડક ઇમિગ્રેશન નીતિઓ (strict immigration policies of USA) ભારતીય પ્રતિભા (Indian talent) માટે પ્રવેશ મુશ્કેલ બનાવી રહી છે, અને આ સ્થિતિ માત્ર ભારતીયો માટે જ નહીં, પરંતુ ખુદ અમેરિકા અમેરિકાના ભવિષ્ય માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે. 'લૅન્ડ ઑફ અપોર્ચ્યુનિટી' (land of opportunity) નો દાવો કરતો દેશ આજે પોતાની જ અણઘડ નીતિઓના કારણે વૈશ્વિક ટેકનોલોજીકલ સ્પર્ધામાં પાછળ ધકેલાઈ રહ્યો છે.
AI ક્રાંતિ પર રોક, અમેરિકાની દૂરંદેશીનો અભાવ...
AI, સોફ્ટવેર એન્જિનિયરિંગ અને સેમિકંડક્ટર (AI, software engineering, semiconductor) જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં નવીનતા (innovation) પર સીધી અસર જોવા મળી રહી છે. Manifest Law ના સર્વે મુજબ, 93% ટેક લીડરો માને છે કે ઉચ્ચ કુશળતા ધરાવતા ઇમિગ્રન્ટ્સ (highly skilled immigrants) US ની ગ્લોબલ સ્પર્ધાશક્તિ (global competitiveness) માટે અનિવાર્ય છે. તેમ છતાં, અમેરિકી સરકાર આ સત્યને અવગણી રહી છે. AI ટેલેન્ટની ઉણપ (AI talent shortage) એક મોટા પડકાર તરીકે ઉભરી રહી છે, ત્યારે આ કમીને પૂરી કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આવકારવાને બદલે, તેમને દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે.
પ્રતિભાઓને નિરાશ કરતો અમલદારશાહીનો ફંદો...
વિઝા ફી અને ધીમી પ્રક્રિયાને (visa fees and slow process) કારણે કંપનીઓને આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ રાખવામાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડી રહી છે. આ માત્ર કંપનીઓ માટે જ નહીં, પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થા (US economy) માટે પણ મોટું નુકસાન છે. 2022–2023 દરમિયાન 72.3% H‑1B વિઝા (H-1B visas) ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા તે દર્શાવે છે કે અમેરિકી ટેક ઇન્ડસ્ટ્રી (US tech industry) ભારતીય પ્રતિભાઓ પર કેટલી નિર્ભર છે. તેમ છતાં, 56% લીડર્સ H‑1B વિઝાની મર્યાદા વધારવા માંગે છે, જ્યારે 64% વિદ્યાર્થી વિઝાથી ગ્રીન કાર્ડ સુધીનો સ્પષ્ટ રસ્તો (clear path from student visa to green card) ઈચ્છે છે, ત્યારે પણ નીતિઓમાં કોઈ ફેરફાર થતો નથી. આ કઈ પ્રકારની દૂરંદેશી છે?
આ પણ વાંચો : ભારત ઇતિહાસ રચશે: શુભાંશુ શુક્લા અવકાશમાં ઉડાન ભરશે.
અમેરિકાનો આત્મઘાતી માર્ગ...
વિજ્ઞાન અને ટેક્નોલોજીના ભવિષ્યમાં લીડ લેવા US માટે વૈશ્વિક ટેલેન્ટ (global talent) આકર્ષવાનું અનિવાર્ય બન્યું છે. જો અમેરિકા પોતાની આત્મઘાતી ઇમિગ્રેશન નીતિઓ ચાલુ રાખશે, તો તે માત્ર ભારતીય પ્રતિભાઓને જ નહીં, પરંતુ પોતાના જ ભવિષ્યને ધૂળમાં મેળવી દેશે. અન્ય દેશો, જેમ કે કેનેડા અને યુરોપના દેશો, જ્યારે ખુલ્લા હાથે પ્રતિભાઓને આવકારી રહ્યા છે, ત્યારે અમેરિકા પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે. આ નીતિઓનો તાત્કાલિક પુનર્વિચાર થવો અનિવાર્ય છે, નહીં તો 'સુપરપાવર' બનવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ બની રહેશે.
આ પણ વાંચો : ઇઝરાયલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે હૂતી સમૂહ, અલ-બુખૈતીએ કરી જાહેરાત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?