ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, 1 મહિલાનું થયું મોત
એન્જિનમાં ખામી સર્જાવાને કારણે પ્લેન ક્રેશ લેન્ડિંગ દરમિયાન કાર સાથે અથડાયું

પ્લેન ક્રેશ

પ્લેન ક્રેશ
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવાર રાત્રે એક અકસ્માત થયો. મેરિટ આઈલેન્ડ નજીક ઇન્ટરસ્ટેટ-95 ફ્રીવે પર જ્યારે એક ટોયોટા કૈમરી કાર ચાલી રહી હતી, ત્યારે એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું બેન્ચમાર્ક 55 પ્લેન ક્રેશ લેન્ડિંગ કરવા માટે હાઈવે પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું કે, સાંજે લગભગ 5:45 વાગ્યે એન્જિનની ખામીને કારણે પાયલોટે કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનિયંત્રિત વિમાન ઝડપથી નીચે આવીને સીધું ટોયોટા કૈમરીના પાછળના ભાગ પર અથડાયું.
કાર ગોળ ફરીને રસ્તાના કિનારે અટકી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં દેખાય છે કે, આ વિમાન કોઈ ચેતવણી વગર વ્યસ્ત હાઈવે પર અચાનક નીચે ઉતરે છે અને આગળ વધી રહેલી કારની છત સાથે ટકરાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ગોળ ફરીને સડકના કિનારે જઈને અટકી ગઈ, જ્યારે વિમાન આગળની તરફ જઈને પડ્યું. આ દૃશ્ય કોઈ મૂવીના દૃશ્ય જેવું હતું, જ્યાં વિમાનનો પડછાયો કાર પર મંડરાય છે અને તરત જ તે ધાતુનો ભાર કારની છત પર આવીને પડે છે. ટક્કર થતાં જ આખો હાઈવે ઘોંઘાટ અને ચીસોમાં ફેરવાઈ ગયો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: પાયલટના પિતાની તપાસની માંગ
ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા તપાસ
આ અકસ્માતમાં કાર ચલાવી રહેલી 57 વર્ષીય મહિલાનું આ ટક્કરમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મૃત્યુ થયું. જોકે, વિમાનમાં સવાર 2 યુવકનો આશ્ચર્યજનક રીતે આબાદ બચી ગયા હતા અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. ઘટનાસ્થળ પર તરત જ ફ્લોરિડા હાઈવે પેટ્રોલ અને બ્રેવર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યૂની ટીમ પહોંચી હતી અને હાઈવેને નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા તપાસ હેઠળ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?