અમદાવાદ પ્લેન ક્રેશ: પાયલટના પિતાની તપાસની માંગ
મૃતક પાયલટના પિતાએ તપાસમાં પારદર્શિતાના અભાવનો દાવો કર્યો, સુપ્રીમ કોર્ટમાં તપાસની માંગ

અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મામલે મૃતક પાયલટ કેપ્ટન સુમિત સાબરવાલના પિતા પુષ્કરાજ સાબરવાલ હવે ન્યાયની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત નિપજ્યા હતા. દિવંગત કેપ્ટન સુમિત સાબરવાલના પિતા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ દ્વારા સંયુક્ત રીતે 10 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી છે.
પીડિતોના પરિવારો ન્યાય મેળવવા મક્કમ
અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, એર ઇન્ડિયા ફ્લાઈટ AI-171 દુર્ઘટનાની ચાલી રહેલી તપાસમાં વિશ્વસનીયતા અને પારદર્શિતાનો અભાવ છે. અરજદારોએ અકસ્માતની તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ 'કોર્ટ મોનિટર કમિટી' દ્વારા કરવાની માંગ કરી છે. આ અમદાવાદ પ્લેન ક્રેશ દેશના ઇતિહાસની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે, અને પીડિતોના પરિવારો ન્યાય મેળવવા માટે મક્કમ છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ પર SC એ વ્યક્ત કરી ચિંતા
AAIB દ્વારા તમામ તપાસોને સમાપ્ત ગણાવી
પાયલટના પિતા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અગાઉ કરવામાં આવેલી તમામ તપાસોને સમાપ્ત થયેલી ગણવામાં આવે. આ ઉપરાંત, દુર્ઘટના સંબંધિત તમામ સામગ્રી પુરાવાને સ્વતંત્ર ઉડ્ડયન અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અથવા ન્યાયિક દેખરેખ હેઠળની કમિટીને સોંપવામાં આવે.
વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત
આ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઑફ થયાના થોડા સમય બાદ બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ ત્યારે બની હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને માત્ર 1 જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. વધુમાં, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના પણ મોત થયા હતા. મૃતકોમાં 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયન વ્યક્તિનો સમાવેશ થાય છે. આ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે અરજદારો સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...