આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2024
દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2024

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2024
દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પર્વતોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આપણને એક તક આપે છે કે આપણે પર્વતોના મહત્ત્વને સમજીએ અને તેમને બચાવવા માટે કામ કરીએ. ત્યારે આવો સમજીએ કે પર્વતો આપણા માટે કેમ મહત્ત્વના છે અને તેને કેવી રીતે બચાવી શકાય.
મળતી માહિતી પ્રમાણે, વર્ષે 2003માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષની 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય લોકોમાં પર્વતોના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા ફેલાવવાવો છે.આપણે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસે જ આપણા ગ્રહના સૌથી ઊંચા અને શક્તિશાળી ભાગો એવા પર્વતોને યાદ કરીએ છીએ. પર્વતો માત્ર ભૂગોળનો એક ભાગ નથી, પરંતુ તે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ આપણને પાણી પૂરું પાડે છે, જૈવવિવિધતાનું ઘર છે અને આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે.
પર્વતો આબોહવા પરિવર્તનની અસરોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. હિમનદીઓ પીગળી રહી છે, જંગલો નાશ પામી રહ્યા છે, જૈવવિવિધતા ઘટી રહી છે અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને પાણી અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલોનું નિકંદન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી માનવીય પ્રવૃત્તિઓથી હાલ પર્વતો ખતરામાં છે, અને તેના કારણે પર્વતોનું સંતુલન ખોરવાઈ રહ્યું છે.
આપણે સૌ સાથે મળીને પર્વતોને બચાવી શકીએ છીએ અને આવનારી પેઢી માટે એક સુંદર અને સ્વસ્થ ગ્રહ બનાવી શકીએ છીએ. પર્વતોની સફાઈ કરી, વધુ વૃક્ષો વાવી, પાણીનો બચાવ કરી, કચરો ઓછો કરી અને પ્રદૂષણમાં ઘટાડો કરીને પણ પર્વતોની રક્ષા કરી શકીએ. આ સાથે આપણે પર્વતોની સુંદરતા અને મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?