ISSમાંથી શુભાંશુની વાપસીનું કાઉન્ટડાઉન શરૂ, પરિવારે મહાદેવની કરી આરાધના
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)માંથી 15 જુલાઈએ વાપસી કરતા ભારતીય અંતરિક્ષ યાત્રિક શુભાંશુ માટે પરિવારજનોએ ભગવાન શિવને પૂજા કરી

શુભાંશુ શુક્લા

શુભાંશુ શુક્લા
ચંદ્રયાન મિશનની સફળતાને લઈને ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના પરિવારમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. શુભાંશુ 15 જુલાઈએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી ભારત પરત ફરશે. આ સિદ્ધિ પર શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની પૂજા કરીને શુભાંશુની સુરક્ષિત વાપસી માટે તેમના પિતા શંભુ દયાળ શુક્લા, માતા આશા શુક્લા અને બહેન શુચિ મિશ્રાએ પ્રાર્થના કરી હતી.
શંભુ દયાલ શુક્લા (શુભાંશુ શુક્લાના પિતા)એ IANS સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 'આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. અમે મંદિરમાં ગયા અને ભગવાન શિવનો અભિષેક કર્યો અને ઘરે પૂજા પણ કરી. ભોલેનાથના આશીર્વાદથી આ મિશન સફળ રહ્યું. અમને પૂર્ણ વિશ્વાસ છે કે, તેમના આશીર્વાદથી શુભાંશુ સુરક્ષિત રીતે પરત ફરશે."
તેના પિતાએ જણાવ્યું કે, શુભાંશુએ મિશનમાં આપેલા તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા છે. તેમણે ગર્વથી કહ્યું કે, "સારે જહાં સે અચ્છા હમારા હિન્દુસ્તાન હવે વધુ સારું થઈ ગયું છે. વડાપ્રધાન મોદીના સમર્થન વિના આ શક્ય ન હતું. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું."
શુભાંશુની માતા આશા શુક્લાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "ઘરમાં ઉત્સાહનું વાતાવરણ છે. શુભાંશુના પાછા ફરવાના સમાચારથી અમે ખૂબ ખુશ છીએ. મેં ભગવાનને તેના સુરક્ષિત પાછા ફરવા માટે પ્રાર્થના કરી છે."
તેમણે હસતાં હસતાં કહ્યું કે, "ભારત પહેલાથી જ સારું છે, અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તે વધુ સારું બન્યું છે. તેમના પ્રયાસોને કારણે આ મિશન સફળ થયું."
શુભાંશુની બહેન શુચી મિશ્રાએ કહ્યું કે, "અમે ઉત્સાહિત છીએ અને થોડા નર્વસ પણ છીએ. આ મિશનનો છેલ્લો અને મહત્વપૂર્ણ તબક્કો છે. સ્પ્લેશડાઉન પછી અમને રાહત થશે." તેમણે જણાવ્યું કે, પરિવારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મંદિરમાં પૂજા કરી હતી અને અત્યાર સુધીની સફળતા માટે ભગવાનનો આભાર માન્યો હતો.
શુચિએ કહ્યું કે, "શુભાંશુ ખુશ હતો કે તેણે મિશનના બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા, પરંતુ થોડો દુઃખી પણ હતો કારણ કે, તે અવકાશમાં થોડો વધુ સમય વિતાવવા માંગતો હતો."
તેમણે ગર્વથી કહ્યું કે, "સારે જહાં સે અચ્છા હમારા હિન્દુસ્તાન હૈ. શુભાંશુએ અવકાશમાંથી ભારતની એકતા અને સુંદરતા જોઈ, જે પોતાનામાં ગર્વની વાત છે."
શુચિએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મિશન એક વિઝન સાથે શરૂ કર્યું અને શુભાંશુને પ્રેરણા આપી.
તેમણે કહ્યું કે, "140 કરોડ ભારતીયોનું સમર્થન શુભાંશુ સાથે છે. આ પોતે જ પ્રેરણાદાયક છે." પરિવારને વિશ્વાસ છે કે, ભગવાન શિવના આશીર્વાદ અને દેશના સમર્થનથી શુભાંશુની વાપસી સફળ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.