અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 58 સૈનિકોનો ઠાર
અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના વળતા પ્રહારમાં તાલિબાને પાકિસ્તાની સરહદ પર કર્યો હુમલો

58 સૈનિકોનો ઠાર

58 સૈનિકોનો ઠાર
ભારત સાથેના સંઘર્ષ બાદ હવે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે સીધો પંગો લીધો છે, જેના પરિણામે સરહદી વિસ્તારમાં ભીષણ તણાવ સર્જાયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના તીવ્ર જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર વળતો હુમલો કર્યો છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ અનુસાર, તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેના દ્વારા લીધેલા આ બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે, જ્યારે 30 સૈનિકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનની 25 ચેકપોસ્ટ પર કબ્જો
તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદનો આક્રમક દાવો છે કે, અફઘાનિસ્તાનની સેનાએ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનની 25 ચેકપોસ્ટ પર કબ્જો પણ કરી લીધો છે. બીજી તરફ, પાકિસ્તાને કરેલા જવાબી હુમલામાં અફઘાનિસ્તાનની પણ કેટલીક ચોકીઓને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તને એરસ્ટ્રાઇક કરી
અફઘાનિસ્તાનની સેના સરહદ સુરક્ષા માટે કટિબદ્ધ
તાલિબાન સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ અને ખુલ્લી ચેતવણી આપી છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું છે કે, જો કોઈ પણ દેશ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે, તો અફઘાનિસ્તાનની સેના તેનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને સરહદની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ મોટા હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, પાકિસ્તાન આ હુમલાનો મજબૂતી સાથે જવાબ આપશે.
બન્ને પાડોશી દેશો વચ્ચે તણાવ
અફઘાનિસ્તાન તરફથી આ હુમલો પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. તાલિબાનની સેનાએ શનિવારે રાત્રે ડુરંડ લાઈનની સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં ઘૂસી હુમલો કર્યો અને પાકિસ્તાનની અનેક પોસ્ટ્સ તબાહ કરી નાંખી. બન્ને પાડોશી દેશો વચ્ચે તણાવ વધવાનું મુખ્ય કારણ પાકિસ્તાનનો આક્ષેપ છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપ, 500થી વધુ મોત
પાકિસ્તાનના આરોપો
પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે, અફઘાનિસ્તાન તહેરિક-એ-તાલિબાન નામના સંગઠનના બળવાખોરોને શરણ આપે છે. બીજી તરફ, પાકિસ્તાનના ગૃહમંત્રી નકવીએ દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનની સેના રહેણાંક વિસ્તાર પર હુમલા કરી રહી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે, અને પાકિસ્તાની સેના આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે. સરહદ પરનો આ સંઘર્ષ બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ બગાડી રહ્યો છે અને ક્ષેત્રીય અસ્થિરતામાં વધારો કરી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.