અફઘાનિસ્તાનમાં પાકિસ્તને એરસ્ટ્રાઇક કરી
અફઘાનિસ્તાનના કાબુલમાં પાકિસ્તાન દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી

એરસ્ટ્રાઇક

એરસ્ટ્રાઇક
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે મોડી રાત્રે એક પછી એક થયેલા વિસ્ફોટો અને ગોળીબારના અવાજોથી સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું હતું. આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જે વિસ્તાર સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો ધરાવે છે. પ્રાથમિક અહેવાલો અને સ્થાનિક મીડિયાના દાવા મુજબ, આ વિસ્ફોટો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકના કારણે થયા હોવાની આશંકા છે. આ હુમલામાં ફાઈટર જેટ પણ જોવા મળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે, હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.
અફઘાન મંત્રીની ભારત મુલાકાત વચ્ચે ઘટના
ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી એક અઠવાડિયાની ભારતની મુલાકાતે નવી દિલ્હી આવેલા છે. ઓગસ્ટ 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની મુલાકાત છે, જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપે છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધારો થવાની સંભાવના છે અને મુત્તાકીની મુલાકાતનો માહોલ પણ પ્રભાવિત થયો છે.
આ પણ વાંચો: શનિવારે વહેલી સવાર ઇઝરાયલની ઇરાન પર વ્યુહાત્મક એરસ્ટ્રાઇક
અફઘાન સરકારની પ્રતિક્રિયા
અફઘાનિસ્તાનની વચગાળાની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, કાબુલ શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે, તેમણે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે બધું નિયંત્રણમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન કે જાનહાનિના અહેવાલો આવ્યા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.