વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: અમદાવાદમાં ગંભીર સ્થિતિ.
₹85 કરોડની એન્ટી-ડિપ્રેશન દવાઓ વેચાઈ, થેરાપી સાથે બાયોકેમિકલ બેલેન્સ પણ જરૂરી.

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે - 2025

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે - 2025
આજે 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' (World Mental Health Day) 2025ના અવસરે સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતીય શહેરો, ખાસ કરીને અમદાવાદની સ્થિતિ ગંભીર ચિંતા જગાવે છે. એક તરફ જ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષની થીમ "માનવતાવાદી કટોકટીમાં માનસિક સ્વાસ્થ્ય" રાખવામાં આવી છે, જે આપત્તિઓ, સંઘર્ષો અને રોગચાળા દરમિયાન માનસિક સંભાળની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે, તો બીજી તરફ અમદાવાદમાં માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં શહેરમાં Anxiety ડિસઓર્ડરના કેસોમાં 400 ટકા અને Depressionના કેસોમાં 300 ટકાનો ચોંકાવનારો વધારો નોંધાયો છે.
અમદાવાદ બન્યું 'તણાવનું કેન્દ્ર'
આજની ઝડપી જીવનશૈલી અને કોવિડ મહામારી પછીની આર્થિક તેમજ રોજિંદી સમસ્યાઓના કારણે અમદાવાદના નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય પર ભારે બોજ પડ્યો છે. શહેરમાં મનોચિકિત્સકોની સંખ્યામાં ધરખમ વધારો થયો હોવા છતાં, માનસિક રોગનો દર સતત વધી રહ્યો છે.
પાંચ વર્ષ પહેલાં ગુજરાતની વિવિધ OPDમાં રોજના સરેરાશ 196 દર્દીઓ આવતા હતા, જે હવે વધીને 433 થઈ ગયા છે. આ કથળતા સ્વાસ્થ્યના પુરાવારૂપે સ્થાનિક સ્તરે એન્ટી ડિપ્રેશન દવાઓનું વેચાણ ₹63 કરોડથી વધીને ₹85 કરોડ પર પહોંચી ગયું છે, જે માનસિક બોજના વધારા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
વૈશ્વિક કટોકટીમાં માનસિક સ્વાસ્થ્યની અનિવાર્યતા
વૈશ્વિક સ્તરે આ દિવસની શરૂઆત 1992માં થઈ હતી, જેનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી અને તેની આસપાસના કલંક (Stigma) સામે લડવાનો છે. WHO મુજબ, સંઘર્ષો કે કુદરતી આફતો જેવી કટોકટીઓ દરમિયાન દર પાંચમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા અનુભવે છે. નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે માનસિક સંભાળ એ વૈભવ નહીં પણ અનિવાર્યતા છે, ખાસ કરીને કટોકટીમાં, જ્યારે તાણ, ચિંતા અને આઘાત ચરમસીમાએ હોય છે.
માત્ર થેરાપી જ નહીં, બાયોકેમિકલ બેલેન્સ પણ જરૂરી
ભારતમાં લગભગ 10-12 ટકા વસ્તી સામાન્ય માનસિક વિકારોથી પીડાય છે, અને કરોડો કામકાજના દિવસો ચિંતા અને ડિપ્રેશનને કારણે ગુમાવાય છે. નિષ્ણાતો માને છે કે માનસિક સ્વાસ્થ્યની સારવાર માત્ર થેરાપી સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. ડૉક્ટરો ભાર મૂકે છે કે થાક, મૂડ સ્વિંગ્સ કે ચિંતા જેવા લક્ષણો માત્ર મનોચિકિત્સા સંબંધી વિકારોના નહીં, પણ આવશ્યક વિટામિન્સ, મિનરલ્સની ઉણપ અથવા ભારે ધાતુની ઝેરી અસરના કારણે પણ હોઈ શકે છે. તેથી, દરેક લક્ષણને માનસિક બીમારી તરીકે લેબલ કરતા પહેલા, શરીરના બાયોકેમિકલ સંતુલનની તપાસ કરવી અને પ્રારંભિક તબક્કે આહાર, પૂરક આહાર અથવા દવા દ્વારા દરમિયાનગીરી કરવી જરૂરી છે.
માનસિક સ્વાસ્થ્ય એ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્ત્વપૂર્ણ છે, અને તેનો સ્વીકાર કરવા માટે સમાજે હજી ઘણું આગળ વધવાનું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...