આજે 24 ઑગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી
સાહિત્યના આદ્ય કવિ નર્મદ સાથે ખાસ નાતો, ઈતિહાસ પણ રસ પડે તેવો
સાહિત્યના આદ્ય કવિ નર્મદ સાથે ખાસ નાતો, ઈતિહાસ પણ રસ પડે તેવો
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: ગુજરાતી ભાષાનો 1000 વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ અને વૈવિધ્યસભર શબ્દસમૃદ્ધિ
24 ઓગસ્ટે ગુજરાતી સાહિત્યના પ્રખર કવિ નર્મદાશંકર લાભશંકર દવે (નર્મદ)ની જન્મજયંતીની ઉજવણી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કરવામાં આવે છે. આ દિવસ ગુજરાતી ભાષાના સમૃદ્ધ ઈતિહાસ અને તેની વૈવિધ્યસભર શબ્દસમૃદ્ધિને ઉજાગર કરે છે. ગુજરાતી ભાષા, ભારતીય આર્યકુળની ભાષા તરીકે, લગભગ 1000 વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે, જેની પ્રથમ ઝાંખી આચાર્ય હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ’માં જોવા મળે છે. કવિ પ્રેમાનંદે સૌપ્રથમ ‘દશમ સ્કન્ધ’માં ‘બાંધું નાગદમણ ગુજરાતી ભાષા’ એમ નિર્દેશ કરી આ ભાષાને ‘ગુજરાતી’ તરીકે ઓળખ આપી હતી.
કવિ નર્મદના અમૂલ્ય યોગદાન
ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે.
ગુજરાતી ભાષા અનેક ભાષાઓના શબ્દોને સમાવીને વધુ સમૃદ્ધ બની છે. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરીના પ્રકાશનો ‘ભાષા ગૌરવ’ અને ‘ભાષા સૌંદર્ય’માં આવા શબ્દોની વિગતવાર યાદી આપવામાં આવી છે. ગુજરાતીમાં પ્રચલિત ઘણા શબ્દો ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, મરાઠી, કન્નડ, બંગાળી તેમજ વિદેશી ભાષાઓ જેવી કે અરબી, ફારસી, તુર્કી, પોર્ટુગીઝ અને અંગ્રેજીમાંથી સ્વીકૃત થયા છે. આ શબ્દો ગુજરાતી ભાષાને વધુ વૈવિધ્યસભર અને રસપ્રદ બનાવે છે.
ગુજરાતીમાં સ્વીકૃત શબ્દોની ઝાંખી
1. અરબી શબ્દો: અફવા, અક્કલ, અલાયદું, કાયદો, કેદ, હિસાબ, ખબર, ફજેતો, ખર્ચ, અમીર, ઉમદા, તપાસ, વતન, નકશો, દુકાન, તકલીફ, ગરીબ, ગુલામ.
2. ફારસી શબ્દો: અદાલત, કારકુન, ખજાનચી, જિલ્લો, હોજ, ફુવારો, હલવો, શરબત, અત્તર, વીમો, રૂમાલ, અવાજ, આસમાન, ગુમાસ્તો, દસ્તાવેજ, જમીન, મહેમાન.
3. તુર્કી શબ્દો: ચમચો, બેગમ, એલચી, કલગી, જાજમ, તોપચી, લાશ, ગલ્લો, સોગાત.
4. મરાઠી શબ્દો: ચળવળ, વાટાઘાટ, નિદાન, તાબડતોબ, નિમણૂક, લબાડ, પંતુજી, ટકાઉ, હલકટ, કાદંબરી.
5. પોર્ટુગીઝ શબ્દો: આફૂસ, પાટલૂન, ફલાણું, ઇસ્ત્રી, કાજુ, મોસંબી, બટાટા, તમાકુ, પગાર, પાઉં, અનાનાસ, કૉફી, મેજ, મિસ્ત્રી, પુરાવો, સાબુ, તિજોરી, વરંડો.
6. હિન્દી શબ્દો: બત્તી, બંસી, બૂઢો, શહીદ, જોબન, આબાદી, ખાણું, ભલમનસાઈ, મંઝિલ, સુહાગ, આઝાદ, જિંદગી, હમદર્દી.
7. બંગાળી શબ્દો: મહાશય, બાબુ, શિલ્પ, દીદી.
8. કન્નડ શબ્દો: ઓળઘોળ, ચડ્ડી, ટાટ, ફુરચો, કોદાળી, ઓલ્યું, હાઉ.
ગુજરાતી ભાષાનો 1000 વર્ષનો વિકાસ
ગુજરાતી ભાષા અનેક તબક્કાઓમાંથી પસાર થઈને આજના અર્વાચીન સ્વરૂપમાં આવી છે. ભારતમાં છઠ્ઠા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકે ગુજરાતીનું સ્થાન છે. આ ભાષાએ ન માત્ર ભારતીય ભાષાઓનો પ્રભાવ સ્વીકાર્યો છે, પરંતુ વિદેશી ભાષાઓના શબ્દોને પણ આત્મસાત કરીને પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે.
ખલીલ ધનતેજવીની પંક્તિ, “વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી!” ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.
આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે, ચાલો આપણે ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા અને તેનો વારસો જાળવવાનો સંકલ્પ લઈએ, જેથી આ ભાષા આગામી પેઢીઓમાં પણ ખીલતી રહે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.