કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે મહિલાનો આપઘાત
લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું; મહિલાએ CM યોગી પાસે માંગી ન્યાય; કોન્સ્ટેબલ સસ્પેન્ડ.

કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે મહિલાનો આપઘાત

કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે મહિલાનો આપઘાત
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
મહિલાએ મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જે.વી. ગૌતમે તેને લગ્નનું વચન આપી 4 વર્ષ સુધી પત્નીની જેમ રાખી હતી, પરંતુ હવે તે દગો દઈને બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે.
વીડિયોમાં છલકાયું દર્દ:
મહિલાએ તેના વાયરલ વીડિયોમાં જણાવ્યું કે, કોન્સ્ટેબલ ગૌતમ અને તેના પરિવારે તેને માનસિક રીતે એટલી હદે પરેશાન કરી છે કે તેની પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
તેણે કહ્યું, "તે મને કહેતો હતો કે તેનો પરિવાર લગ્ન માટે તૈયાર નથી. જો લગ્ન નહોતા કરવા તો કોઈ છોકરીની જિંદગી કેમ બરબાદ કરી? મને જીવતા જીવ ન્યાય ન મળ્યો, પણ આશા છે કે મારા મોત પછી યોગીજી અને મોદીજી મને ન્યાય અપાવશે."
"I was told by cops at Tajganj police station that nothing will happen to JB Gautam"
— Piyush Rai (@Benarasiyaa) March 13, 2026
One of the last videos by the woman who killed herself in UP's Agra. Alleges physical abuse on the pretext of marriage by constable JB Gautam. https://t.co/SHloWcJAP3 pic.twitter.com/xjotCWuaoI
પોલીસ સ્ટેશનમાં પણ ન સંભળાઈ ફરિયાદ
મૃતક મહિલા મૂળ કાસગંજ જિલ્લાની હતી અને છૂટાછેડા બાદ આગ્રામાં પ્રાઈવેટ નોકરી કરતી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તે આ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગઈ હતી, ત્યારે તેને ત્યાંથી ભગાડી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કોન્સ્ટેબલ સામે કોઈ કાર્યવાહી થશે નહીં.
કોન્સ્ટેબલ સસ્પેન્ડ, તપાસ તેજ
આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલ જે.વી. ગૌતમને સસ્પેન્ડ કરી દીધો છે. મહિલાના પિતાની ફરિયાદના આધારે આરોપી કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દીકરીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આરોપીને સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ