અદાણી પ્લાન્ટમાં મજૂરના મોત બાદ હિંસા વકરી
પોલીસ વાહનો પલટાવ્યા, ઓફિસો સળગાવી; મધ્યપ્રદેશના સિંગરોલીમાં તણાવપૂર્ણ સ્થિતિ

અદાણી પ્લાન્ટમાં હિંસા

અદાણી પ્લાન્ટમાં હિંસા
મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લામાં આવેલા અદાણી પાવર પ્લાન્ટમાં શનિવારે સવારે એક મજૂરના મોતને પગલે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ હતી.
મજૂરોએ પ્લાન્ટની અંદર અને બહાર ભારે તોડફોડ કરી અને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. પ્લાન્ટમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.
મજૂરોનો આક્ષેપ
ઝારખંડના ગઢવા જિલ્લાના વતની લલ્લન સિંહ નામના મજૂરનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું હતું. કંપની મેનેજમેન્ટનો દાવો છે કે મજૂરનું મોત હાર્ટ એટેકથી થયું છે, જ્યારે સાથી મજૂરોમાં એવી અફવા ફેલાઈ હતી કે લલ્લનનું મોત ઊંચાઈ પરથી પડવાને કારણે થયું છે અને મેનેજમેન્ટ લાશ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા હજારો મજૂરોએ સવારે પ્લાન્ટ પર હુમલો કરી દીધો હતો.
કરોડોનું નુકસાન અને પોલીસ પર હુમલો
આક્રોશિત મજૂરોએ પ્લાન્ટમાં રહેલા એક ડઝનથી વધુ વાહનોની તોડફોડ કરી અને તેમને પલટાવી દીધા હતા, પોલીસ ચોકી ઇન્ચાર્જની ગાડી પણ તોડી પાડી હતી અને કોન્ટ્રાક્ટરની ઓફિસને આગને હવાલે કરી દીધી હતી. આ ઉપરાંત કંપનીના કેટલાક કર્મચારીઓ સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, આ હિંસામાં કંપનીને અંદાજે 40થી 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર SDM, તહસીલદાર અને એડિશનલ એસપી સહિત 200 થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
પ્લાન્ટમાં કામ કરતા 10 હજાર મજૂરોમાંથી મોટાભાગના ગભરાટના માર્યા બહાર નીકળી ગયા છે, જ્યારે 1000 જેટલા મજૂરો હજુ પણ અંદર છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર મજૂરોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ