UIDAI એ લોન્ચ કરી નવી આધાર એપ, 50થી વધુ ફીચર્સ
યુઝર્સ ફોટો, મોબાઈલ નંબર અને એડ્રેસ જેવી અંગત વિગતો પોતાની મરજી મુજબ છુપાવી કે બતાવી શકશે

નવી આધાર એપ

નવી આધાર એપ
ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવતા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ 50થી વધુ આધુનિક ફીચર્સ સાથે નવી આધાર એપ લોન્ચ કરી છે. આ નવી એપનું સૌથી મોટું આકર્ષણ 'પ્રાઈવસી કંટ્રોલ' છે, જેમાં આધાર કાર્ડ ધારક પોતે નક્કી કરી શકશે કે, તેણે પોતાની કઈ વિગતો જાહેર કરવી અને કઈ છુપાવવી. હવે યુઝર્સ ચેક અને અનચેક બોક્સ દ્વારા પોતાનું નામ, જન્મ તારીખ, ફોટો અને મોબાઈલ નંબર જેવી સંવેદનશીલ માહિતીને હાઈડ કરી શકશે.
નવી એપ Android અને iOS પર ઉપલબ્ધ
આ ઉપરાંત, એપમાં આધાર નંબર છુપાવવાની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી ડેટા લીક કે છેતરપિંડીનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ નવી એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, અને જૂના યુઝર્સ તેને સરળતાથી અપડેટ કરી શકે છે. નવી આધાર એપનો મુખ્ય ઉદ્દેશ્ય ઓળખ ચકાસણીની પ્રક્રિયાને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવાનો છે. હવે નાગરિકોને ભૌતિક આધાર કાર્ડ કે તેની ફોટોકોપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં, કારણ કે એપમાં રહેલી ડિજિટલ ઓળખ જ હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળોએ પ્રમાણિત માનવામાં આવશે.
એક જ ક્લિકમાં ઓળખની પુષ્ટિ થશે
આ એપમાં ખાસ QR કોડ સ્કેનિંગની સુવિધા છે, જેનાથી એક જ ક્લિકમાં ઓળખની પુષ્ટિ થઈ શકશે. સૌથી મહત્વની વાત એ છે કે, હવે યુઝર્સ ઘરે બેઠા માત્ર 75ની ફી ભરીને પોતાનો મોબાઈલ નંબર અને રહેઠાણનું એડ્રેસ અપડેટ કરી શકશે, જેનાથી સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. સુરક્ષાની દૃષ્ટિએ પણ નવી આધાર એપ ખૂબ જ એડવાન્સ છે. આમાં બાયોમેટ્રિક લોકનું ફીચર આપવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાની ફિંગર પ્રિન્ટ, ફેસ સ્કેન અને આઇરિસ સ્કેનનો અનધિકૃત ઉપયોગ રોકી શકશે.
મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ઉપયોગી
યુઝર્સ એપમાં એ પણ ચેક કરી શકશે કે, ભૂતકાળમાં તેમનું આધાર ઓથેન્ટિકેશન ક્યાં અને ક્યારે થયું હતું. આ એપ ગુજરાતી સહિત ભારતની 13 મુખ્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી ગ્રામીણ અને શહેરી તમામ નાગરિકો તેનો ઉપયોગ સરળતાથી કરી શકે. એક જ એપમાં પરિવારના અનેક સભ્યોના આધાર કાર્ડ મેનેજ કરવાનું ફીચર મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!