કર્ણાટક કોંગ્રેસમાં ફરી શરૂ થયો કકળાટઃ સત્તા પરિવર્તનની અટકળો!
કોંગ્રેસના ધારાસભ્ય અને શિવકુમારના સમર્થક ઈકબાલ હુસેનના દાવાથી રાજકારણ ગરમાયું

બે-ત્રણ મહિનામાં શિવકુમારને સત્તા સોંપાશેઃ ઈકબાલ હુસેન, મુખ્યમંત્રીના પુત્રએ અટકળો ફગાવી

બે-ત્રણ મહિનામાં શિવકુમારને સત્તા સોંપાશેઃ ઈકબાલ હુસેન, મુખ્યમંત્રીના પુત્રએ અટકળો ફગાવી
કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. સત્તા પરિવર્તનની અટકળો વહેતી થતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય એચ.એ. ઈકબાલ હુસૈને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને બે-ત્રણ મહિનામાં મુખ્યમંત્રી બનવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ અટકળો ફગાવીને રદીયો આપ્યો છે.
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય એચ.એ. ઈકબાલ હુસૈને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને બે-ત્રણ મહિનામાં મુખ્યમંત્રી બનવાની શક્યતા દર્શાવી છે. ઈકબાલ હુસેનના નિવેદનથી કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સહકાર મંત્રી કે.એન.રાજન્નાએ તાજેતરમાં આપેલા નિવેદન આપ્યું હતું કે, સપ્ટેમ્બર પછી "ક્રાંતિકારી" રાજકીય ફેરફારો થવાની શક્યતા છે. આ ચર્ચાએ કોંગ્રેસની આંતરિક ગતિવિધિઓ અને સંભવિત નેતૃત્વ પરિવર્તનની અટકળોની બજાર ગરમ કરી છે.
કર્ણાટકના રામનગરમાં પત્રકારો સાથે વાતચીતમાં શિવકુમારના નજીકના સમર્થક ગણાતા ઈકબાલ હુસૈને દાવો કર્યો કે, શિવકુમારની રણનીતિ અને પ્રયાસોએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યુ કે, બધા જાણે છે કે આ જીત માટે શિવકુમારે કેટલો સંઘર્ષ કર્યો છે. હું અટકળોમાં માનતો નથી. પરંતુ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ યોગ્ય સમયે શિવકુમારને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપશે. વધુમાં જણાવ્યું કે આગામી બે-ત્રણ મહિનામાં આ નિર્ણય લેવાઈ શકે છે. જેનો સંકેત રાજન્નાના "ક્રાંતિકારી" ફેરફારોના નિવેદન સાથે જોડાયેલો છે.
ઈકબાલ હુસૈનના નિવેદનનો જવાબ આપતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસના એમએલસી યતીન્દ્ર સિદ્ધારમૈયાએ અટકળોને નકારી કાઢી છે અને દાવો કર્યો કે તેમના પિતા 2028 સુધી મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું કે હાઈકમાન્ડ અને પાર્ટીના ધારાસભ્યોનું સંપૂર્ણ સમર્થન સિદ્ધારમૈયાને છે. હુસૈને તેનો પ્રતિસાદ આપતા કહ્યું કે 2023ની ચૂંટણી પછી સરકાર રચવાનો નિર્ણય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળના હાઈકમાન્ડે લીધો હતો અને આગામી નિર્ણય પણ તેઓ જ લેશે.
કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા નવી નથી. વર્ષ 2023ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદ માટે હરીફાઈ હતી. તે સમયે અટકળો વહેતી થઈ હતી કે બંને નેતાઓ વચ્ચે "રોટેશનલ સીએમ" ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે. જેમાં અઢી વર્ષ પછી શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જો કે, આ સહમતિની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ શિવકુમારે મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ક્યારેય છુપાવી નથી અને તેમના સમર્થકોના તાજેતરના નિવેદનોએ અટકળોને વધુ હવા આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.