Maharashtra : રત્નાગિરીમાં હૃદયદ્રાવક અકસ્માત, કાર નદીમાં ખાબકતા 5 નાં મોત, 2 ગંભીર
મૃતકોની ઓળખ મિતાલી વિવેક મોરે, મેઘા પરાડકર, સૌરભ પરાડકર, નિહાર મોરે અને શ્રેયસ સાવંત તરીકે થઈ...

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત...

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત...
મહારાષ્ટ્ર (Maharashtra)ના રત્નાગિરી જિલ્લામાંથી એક અત્યંત કરુણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અહીં એક કાર સુકાઈ ગયેલી નદીમાં ધડાકાભેર ખાબકતાં તેમાં સવાર પાંચ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ક્યારે અને કેવી રીતે બન્યો અકસ્માત?
રત્નાગિરી જિલ્લામાં આ ભયાવહ દુર્ઘટના સોમવારે વહેલી સવારે બની હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત સવારે લગભગ 5 વાગ્યે 45 મિનિટે ખેડ નજીક થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, વાહન પહેલા ડિવાઈડર સાથે અથડાયું અને ત્યારબાદ નજીકમાં આવેલી સુકાઈ ગયેલી જગબુડી નદીમાં ગરકાવ થઈ ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કાર પાલઘર જિલ્લાના નાલાસોપારાથી દેવરુખ શહેર તરફ જઈ રહી હતી.
પથ્થરો સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ...
પોલીસે જણાવ્યું કે, રત્નાગિરીમાં થયેલા આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ખેડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને બચાવ અભિયાન ચલાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, નદી સુકાઈ ગયેલી હોવાથી કાર નીચે પથ્થરો સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર કેટલાક લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકોની ઓળખ જાહેર...
રત્નાગિરીમાં થયેલા આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોમાં મિતાલી વિવેક મોરે (43), મેઘા પરાડકર (22), સૌરભ પરાડકર (22), નિહાર મોરે (19) અને શ્રેયસ સાવંત (23) નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની રત્નાગિરીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.