Andhra Pradesh : ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત
આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના કૈલાસપટ્ટણમ ગામે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8 શ્રમિકોના કરૂણ મોત...

ફટાકડા ફેક્ટરીમાં આગનો તાંડવ...

ફટાકડા ફેક્ટરીમાં આગનો તાંડવ...
આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના કોટાવુરાટલા મંડલના કૈલાસપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 8 લોકોના કરૂણ મોત થયા છે. ખુદ રાજ્યના ગૃહમંત્રીએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.
CM નું નિવેદન સામે આવ્યું...
આ ભયાનક ઘટના પર આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રબાબુ નાયડુનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અનકાપલ્લી જિલ્લાના કોટાવુરાટલામાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કામદારોના મોત દુઃખદ છે. તેમણે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. CM એ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને સંપૂર્ણ સહયોગ કરશે અને તેમને મક્કમ રહેવા વિનંતી કરી. CM એ અધિકારીઓને આ ઘટનાની ગહન તપાસ કરવાનો અને તેમને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ CM ને જણાવ્યું કે ઘાયલ કામદારોમાંથી બેની હાલત ગંભીર છે. આ માહિતી આંધ્ર પ્રદેશ CMO દ્વારા આપવામાં આવી છે.
વિસ્ફોટનું કારણ અકબંધ...
પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ચંદ્રબાબુ નાયડુએ પણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. આ ઘટના બપોરે લગભગ 12:45 વાગ્યે બની હતી અને અધિકારીઓ હાલમાં મૃતદેહોને બહાર કાઢવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પોલીસને મદદ કરી રહ્યા છે. વાયએસઆરસીપીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકારને પીડિતોને મદદ કરવા વિનંતી કરી છે. તેમણે પોતાની પાર્ટીના નેતાઓને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.