આંધ્રમાં ટાયર ફાટ્યું અને બસ બની આગનો ગોળો
આંધ્રમાં ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાતા બસ ભડભડ સળગી, બસમાં 30થી વધુ મુસાફરો હતા સવાર

આંધ્રમાં ટાયર ફાટતાં બસમાં આગ

આંધ્રમાં ટાયર ફાટતાં બસમાં આગ
આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નેલોરથી હૈદરાબાદ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટતા તે અનિયંત્રિત થઈ ડિવાઈડર ઓળંગી સામેથી આવતા મોટરસાઈકલ ભરેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી ભયાનક હતી કે જોતજોતામાં બસ અને ટ્રક બંને આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા.
બચાવ કામગીરી:
વહેલી સવારે 1:30 વાગ્યે બનેલી આ ઘટનામાં બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું આગમાં હોમાઈ જવાથી અને ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું છે. જોકે, સદનસીબે બસમાં સવાર 36 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. આગ ફાટી નીકળતા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી.
બસના કંડક્ટર, ક્લીનર અને સ્થાનિક લોકોની મદદથી બારીઓના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોએ જીવ બચાવવા બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી.
ટ્રાફિક જામ અને પોલીસ તપાસ:
અકસ્માત બાદ હાઈવે પર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત 4 મુસાફરોને સારવાર માટે નંદ્યાલ જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બસનું જમણી બાજુનું ટાયર ફાટવું એ અકસ્માતનું મુખ્ય કારણ છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2025માં પણ કર્નૂલમાં આવી જ એક બસ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા હતા, જેના કારણે ખાનગી બસોની ફિટનેસ અને રાત્રિ મુસાફરીની સુરક્ષા સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.