પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ, ત્રણના મોત
પશ્ચિમ બંગાળમાં મોટી દૂર્ઘટના

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ, ત્રણના મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ, ત્રણના મોત
સોમવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટના બોમ્બ બનાવતી વખતે ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ પછી તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર વર્તમાન પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટના બાદ આસપાસના લોકોં ભય ફેલાઇ ગયો છે. મૃતકોની ઓળખ મમુન મોલ્લા, સાકીરુલ સરકાર, મુસ્તાકીન શેખ તરીકે થઈ છે.
જિલ્લાના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં ગેરકાયદે બોમ્બ બનાવવાના મામલામાં લોકોના જીવ ગયા છે. હાલમાં, વર્તમાન પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ 7 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના ખૈરાસોલમાં ખાનગી સંસ્થાની માલિકીની કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત ખાણિયાઓ માર્યા ગયા હતા અને અન્ય સાત ઘાયલ થયા હતા. તે સમયે બચાવ કામગીરીમાં રોકાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલસાના ખોદકામ માટે જરૂરી સલામતીનાં પગલાંને અનુસર્યા વિના વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
—IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ