રાજ્ય સરકારે પોલીસ, આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી
રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

રાજ્ય સરકારે પોલીસ, આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી

રાજ્ય સરકારે પોલીસ, આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવની ગંભીર પરિસ્થિતિના પગલે રાજ્ય સરકારે ગૃહ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. તમામ જિલ્લા સ્તરે આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકાયો છે તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ રજાની મંજૂરી હવે નહીં મળે. રજા પર ગયેલા કર્મચારીઓને પણ તાત્કાલિક પોતાની ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી રથયાત્રાને ધ્યાને લઈને 20 થી 30 જૂન વચ્ચે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ ઉપર પણ રોક લગાવવામાં આવી છે.
મહેસૂલ વિભાગે પણ અધિકૃત રીતે તાકીદની સૂચના આપી છે કે તણાવના સંજોગોમાં તમામ મામલતદારો અને અન્ય સ્ટાફ હાજર રહે અને આપાતકાલીન કામગીરી માટે તૈયાર રહે. આ રજાઓ પર આપમેળે અમલ થશે અને જરૂરિયાત મુજબ કામગીરીમાં જોડાવાની તાકીદ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે પણ રાજ્યના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. તમામ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ, સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ, સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નાગરિક તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલા તૈયારીના ભાગરૂપે કર્મચારીઓની ફુલ સ્ટ્રેન્થ રાખવાનો પ્રયાસ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.