ઘોર કળિયુગ: પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી
હિંમતનગર અપહરણ કેસમાં નવો ઘટસ્ફોટ

પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી

પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી
હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની સગીરાને 3 લાખ રૂપિયામાં વેચી દીધાની કોર્ટના આદેશ પછી ફરિયાદ નોંધાઈ હતી. એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખ્સે સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધી હતી.
આ મામલે પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ઘરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, વ્યાજના ચક્કરમાં ફસાયેલા પિતાએ જ પોતાની દીકરીને વેચી દીધી હતી.આ બાળકીને વેચવામાં પિતા સહિત કાકાનો પણ હાથ હતો.
આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી હતી,18 વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો તો લગ્ન કરવાના ઇરાદે ઉમેદ નટે બાળકી ખરીદી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવી છે. હાલમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે અર્જુન નટ, સરીફાબેન નટ અને લખપતિ નટ સામે બાળ તસ્કરીના ગુના હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ