મથુરામાં ગૌરક્ષક સંતના મોત બાદ હાઇવે પર તંગદિલી
ફરસાવાલે બાબાના નિધન બાદ બ્રજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હિંસા અને પથ્થરમારો

મથુરા ગૌરક્ષક ફરસા બાબા મોત

મથુરા ગૌરક્ષક ફરસા બાબા મોત
બ્રજ ભૂમિના મથુરામાં એક ગંભીર ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણીતા ગૌરક્ષક અને સંત ચંદ્રશેખર, જેઓ સમગ્ર વિસ્તારમાં 'ફરસાવાલે બાબા' તરીકે લોકપ્રિય હતા, તેમના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જનતામાં રોષ ફાટી નીકળ્યો હતો. પ્રારંભિક તબક્કે ગાય તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વચ્ચે મોટા પાયે તોફાનો જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ તપાસમાં તદ્દન અલગ જ હકીકત સામે આવી છે.
હાઈવે બ્લોક અને હિંસક વિરોધ પ્રદર્શન :
શનિવારે વહેલી સવારે જ્યારે બાબાના મોતના સમાચાર મળ્યા ત્યારે આગ્રા-દિલ્હી નેશનલ હાઈવે રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ નવીપુર ગામ પાસે હાઈવે જામ કરી દીધો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પ્રદર્શનકારીઓએ પોલીસ અને એસડીએમ (SDM) ના વાહનો પર ભારે પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા અંતે સેનાની ટુકડી ઉતારવી પડી હતી અને બળપ્રયોગ કરીને હાઈવેને ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ: હત્યા કે અકસ્માત ?
મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, ઘટના વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ બની હતી. બાબા ચંદ્રશેખરે શંકાના આધારે એક કન્ટેનરને અટકાવ્યું હતું, તેમને લાગ્યું હતું કે તેમાં ગૌવંશની તસ્કરી થઈ રહી છે. જોકે, તે સમયે ભારે ધુમ્મસ હોવાથી પાછળથી આવી રહેલી એક રાજસ્થાન નંબરની ટ્રકે બાબાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસે વધુમાં સ્પષ્ટતા કરી છે કે બાબાએ જે વાહન રોક્યું હતું તેમાં કોઈ પ્રાણીઓ નહીં પણ કરિયાણાનો સામાન હતો. જે ટ્રક સાથે અકસ્માત થયો તેમાં કેબલ ભરેલા હતા. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંને રાજસ્થાનના રહેવાસી છે અને અકસ્માતમાં ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં આ કેસમાં ગૌ-તસ્કરીના કોઈ પુરાવા મળ્યા નથી.
મુખ્યમંત્રીની કડક સૂચના :
આ ઘટનાની ગંભીરતા જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તુરંત નોંધ લીધી હતી. તેમણે વહીવટીતંત્રને સૂચના આપી છે કે આ મામલે જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. કોઈપણ દોષિત છૂટવો જોઈએ નહીં તેવી સ્પષ્ટ સૂચના આપતા તેમણે વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી છે.
કોણ હતા ફરસાવાલે બાબા ?
ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાલે બાબા' બ્રજ વિસ્તારમાં ગૌ-સંરક્ષણના પ્રતીક સમાન હતા. તેઓ હંમેશા પોતાના હાથમાં કુહાડી (ફરસો) રાખતા હોવાથી આ નામથી ઓળખાતા હતા. અંજનોક ગામના વતની એવા બાબા રાત-દિવસ ગાયોના રક્ષણ માટે કાર્યરત રહેતા હતા. તેમની નીડરતા અને ગૌ-ભક્તિને કારણે સમગ્ર મથુરા અને આસપાસના જિલ્લાઓમાં તેઓ ખૂબ જ માનનીય સંત ગણાતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ