આવકવેરા વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના ટેક્સના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરના ડાયરેક્ટ અને એડવાંન્સ ટેક્સના આંકડાઓ તારીખ 19 જૂન સુધીની ગણતરીના જાહેર કરવામાં આવ્યા છે.
ડાયરેક્ટ ટેક્સમાં વર્ષ 26માં વધારો:
ડાયરેક્ટ ટેક્સ (ગ્રોસ કલેક્શન) જેમાં કોર્પોરેટ ટેક્સ, નોનકોર્પોરેટ ટેક્સ, સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય ટેક્સ સાથે ગણતરી કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોસ કલેક્શન 4.86% વધીને 5.45 લાખ કરોડ નોંધાયું છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ટેક્સ ₹ 5.19 લાખ કરોડ નોંધાયો હતો. જોકે ડાયરેક્ટ ટેક્સ રિફંડમાં નાણાંકિય વર્ષ 2024-25ની સરખામણીએ વૃધ્ધિ જોવા મળી છે. ડાયરેક્ટ ટેક્સ રિફંડ ચાલુ વર્ષે વધીને 58.04%નો ગ્રોથ જોવા મળ્યો છે. ચોખ્ખા કર વસૂલાતમાં 1.39 ટકાનો નજીવો ઘટાડો થયો હતો જે રૂ. 4.59 કરોડ હતો.
એડવાંન્સ ટેક્સમાં થયેલ ફેરફારના આંકડા:
૧૯ જૂન સુધીમાં, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડવાન્સ ટેક્સ કલેક્શન ₹ ૧.૫૬ લાખ કરોડ હતું, જે ૩.૮૭ %નો વધારો દર્શાવે છે. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો મુખ્યત્વે કોર્પોરેટ એડવાન્સ ટેક્સ ચૂકવણીમાં ૫.૮૬ %ના વધારાને કારણે થયો હતો, જ્યારે નોન-કોર્પોરેટ કરદાતાઓ પાસેથી કલેક્શનમાં ૨.૬૮ %નો ઘટાડો થયો હતોકોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં વધારો થયો હોવા છતાં, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં ઘટાડો થયો, અને રિફંડના ઊંચા પ્રવાહને કારણે કલેક્શનમાં એકંદર વૃદ્ધિ નિયંત્રિત રહી.
આઇટી વિભાગમાં 'ઇ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી છે જેનો મુખ્ય હેતુ કરદાતાઓ માટે કર સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરા અધિનિયમ,1961માં વ્યાપક સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી કાયદાને વધુ પારદર્શક બનાવી શકાય.