તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ, ભારતના કૂટનીતિની મોટી સિદ્ધિ - કોબી શોશાની
મધ્યપશ્ચિમ ભારતમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કર્યા બહારના ભરપેટ વખાણ...

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતા...

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતા...
તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ ખરેખર મોદી સરકાર માટે એક મોટી સફળતા છે. આ વાત મધ્યપશ્ચિમ ભારતમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ પણ કહી છે. તેમનું માનવું છે કે આ ભારતીય રાજદ્વારી કુનેહની એક મોટી જીત છે.
26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ગણાતા તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવો એ સરળ કામ નહોતું. વર્ષોની કાનૂની લડાઈ અને રાજદ્વારી પ્રયત્નો પછી આખરે ભારતને સફળતા મળી છે.
કોબી શોશાનીએ આ ઘટનાને ભારતીય કૂટનીતિની મોટી સફળતા ગણાવીને ભારત સરકારના પ્રયત્નોને બિરદાવ્યા છે. તેમનું આ નિવેદન દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની આ સિદ્ધિને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ પ્રત્યાર્પણથી 26/11 ના હુમલામાં જીવ ગુમાવનારા અને પીડિતોના પરિવારોને ન્યાયની આશા વધુ મજબૂત બની છે. હવે ભારત સરકાર રાણા પર ભારતીય કાયદા મુજબ કેસ ચલાવી શકશે અને તેને તેના ગુનાઓની સજા આપી શકશે. આ ઘટના આતંકવાદ સામેની લડાઈમાં ભારતની મક્કમતા અને સફળતાનું ઉદાહરણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.