સ્વિગી BLCK અને Ornge લોન્ચ: ₹48,000 સુધીની બચત
સ્વિગી અને HDFC બેંકની મોટી જાહેરાત; ગ્રાહકોને મળશે વાર્ષિક જંગી ફાયદો, જાણો તેના ફાયદા...

સ્વિગી BLCK અને Ornge લોન્ચ

સ્વિગી BLCK અને Ornge લોન્ચ
સ્વિગી (Swiggy) અને HDFC બેંકે પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવતા બે નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ Swiggy BLCK HDFC Bank Credit Card અને Swiggy Ornge HDFC Bank Credit Card લોન્ચ કર્યા છે.
આ કાર્ડ્સ ખાસ કરીને લાઈફસ્ટાઈલ અને રોજિંદા ખર્ચ પર ગ્રાહકોને વધુ વળતર આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
કાર્ડ્સના મુખ્ય ફાયદા અને વિશેષતાઓ:
Swiggy BLCK વેરિઅન્ટ: આ કાર્ડ પ્રીમિયમ સ્પેન્ડર્સ માટે છે, જે સ્વિગી પર 10% કેશબેક અને ટ્રાવેલ, એન્ટરટેઈનમેન્ટ અને ઈ-કોમર્સ પર 5% સુધી કેશબેક ઓફર કરે છે. તેની સાથે 3 મહિનાની મફત 'સ્વિગી વન BLCK' મેમ્બરશિપ પણ મળશે.
Swiggy Ornge વેરિઅન્ટ: આ કાર્ડ રોજિંદા શોપિંગ કરનારાઓ માટે છે, જેમાં સ્વિગી અને ઓનલાઇન કેટેગરીઝ (ટ્રાવેલ, લોકલ કેબ્સ) પર 5% કેશબેક મળે છે. તેની સાથે 12 મહિનાની 'સ્વિગી વન' મેમ્બરશિપ ફ્રી આપવામાં આવે છે.
બંને કાર્ડ પર અન્ય તમામ ખર્ચ પર 1% કેશબેક મળવાપાત્ર છે.
પાર્ટનર પ્લેટફોર્મ પર વિશેષ ડિસ્કાઉન્ટ:
આ કાર્ડ ધારકોને Cleartrip દ્વારા હોટલ બુકિંગ પર 19% ડિસ્કાઉન્ટ અને 5% કેશબેક અને ફ્લાઈટ્સ પર 6% ડિસ્કાઉન્ટ, 5% કેશબેક મળશે. આ ઉપરાંત, Nykaa એપ્સ પર પણ 5% ડિસ્કાઉન્ટ અને 5% કેશબેકનો લાભ મળશે.
સ્વિગીના કો-ફાઉન્ડર ફણી કિશન અડેપલ્લીએ જણાવ્યું હતું કે, આ કાર્ડ્સ ગ્રાહકોની લાઈફસ્ટાઈલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ રિવોર્ડ્સ આપવા માટે બનાવવામાં આવ્યા છે. જે ગ્રાહકો પાસે 2023માં લોન્ચ થયેલું જૂનું સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ છે, તેઓ તેમના વર્તમાન ફાયદાઓનો લાભ લેવાનું ચાલુ રાખી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ