સુરત: રોંગ સાઈડના અકસ્માતમાં 12 વર્ષીય બાળકની મોત
ડ્રાઈવરને સ્થાનિકોએ ફિલ્મી ઢબે ઝડપી પોલીસને સોંપ્યો, શોકમાં ડૂબ્યો પરિવાર

રોંગ સાઈડના અકસ્માતમાં 12 વર્ષીય બાળકની મોત

રોંગ સાઈડના અકસ્માતમાં 12 વર્ષીય બાળકની મોત
ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ફરી એકવાર એક નિર્દોષ માસૂમનો ભોગ લઈ ગયું છે. શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે આજે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો.
રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક આઈસર ટ્રકે રસ્તો ઓળંગી રહેલા 12 વર્ષીય સની ભરતભાઈ રાજાણી નામના બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બાળક પર ફરી વળ્યું પૈડું
મળતી માહિતી મુજબ, સની પોતાની રીતે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને રોંગ સાઈડમાં આવી રહેલા આઈસર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારીને બાળકને ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે સની પર આઈસરનું તોતિંગ પૈડું ફરી વળ્યું હતું અને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઘટના વિસ્તારમાં બાળકના શરીરના લોચેલોચા નીકળી ગયા હતા.
સ્થાનિકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો
ઘટના બાદ આઈસર ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર જાગૃત સ્થાનિકોએ ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. બાળકનો મૃતદેહ જોઈને રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ મૃતક બાળકનો પરિવાર દોડી આવ્યો હતો. પોતાના વ્હાલસોયા પુત્રનો લોહીલુહાણ દેહ જોઈને માતા અને પરિવારજનોએ કરેલા હૈયાફાટ રુદને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસની કાર્યવાહી
પુણાગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી, આ સમસ્યા હવે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે અને નિર્દોષોના જીવ લઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ