કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
કરાર આધારિત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ સમાન વેતન કે હકનો દાવો કરી શકશે નહીં

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર આધારિત રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગોના કાયમી કર્મચારીઓ સાથે સમાનતાનો હક માંગી શકતા નથી. અદાલતે જણાવ્યું છે કે સરકારી નોકરી એ એક જાહેર સંપત્તિ સમાન છે જેના પર દેશના દરેક યોગ્ય નાગરિકનો સમાન અધિકાર છે.
ભરતી પ્રક્રિયામાં તફાવત :
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે અવલોકન કર્યું કે નિયમિત નિમણૂક એક લાંબી અને પારદર્શક સરકારી પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જેમાં તમામ લાયક ઉમેદવારોને સ્પર્ધા કરવાની તક મળે છે. તેની સરખામણીએ કોન્ટ્રાક્ટ પરની ભરતી જે-તે એજન્સીની મરજી પર આધારિત હોય છે. આથી કાયદાકીય દૃષ્ટિકોણથી આ બંને શ્રેણીના કર્મચારીઓ સંપૂર્ણપણે અલગ ગણાય. કોઈ પણ ઉમેદવાર પોતાની ક્ષમતા અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પોતાની લાયકાત સાબિત કરે છે. જેનાથી યોગ્ય લોકોની પસંદગી કરવામાં આવે છે.
હાઈકોર્ટનો આદેશ રદ :
આ વિવાદ આંધ્રપ્રદેશની નંદયાલ નગરપાલિકાના સફાઈ કામદારોના સંદર્ભમાં શરૂ થયો હતો. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે વર્ષ 2018માં આ કર્મચારીઓને નિયમિત કર્મચારીઓ સમાન વેતન અને ભથ્થા આપવાનો આદેશ કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે તર્ક આપ્યો કે જો કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો આ તફાવત નાબૂદ કરવામાં આવે તો નિમણૂકની વિવિધ પદ્ધતિઓ અને સરકારી ભરતીના નિયમોની પવિત્રતા જોખમાશે.
પારદર્શિતા પર ભાર :
અદાલતે નોંધ્યું કે નંદયાલ નગરપાલિકામાં આ કામદારો 1994થી ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યરત હતા. નિયમિત ભરતી પ્રક્રિયામાં અનેક કડક નિયમો અને સુરક્ષા પાસાઓ હોય છે જેથી માત્ર યોગ્યતાના આધારે જ પસંદગી થાય. આથી, આકસ્મિક રીતે કરવામાં આવેલી વ્યવસ્થાને કાયમી રોજગારની સમકક્ષ ગણી શકાય નહીં. ભરતીના નિયમોનું ઉલ્લંઘન કરી કોઈ પણ વ્યક્તિને પાછલા બારણેથી કાયમી કર્મચારીનો દરજ્જો આપી શકાય નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ