કરાર આધારિત કર્મચારીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો
કરાર આધારિત કર્મચારીઓ કાયમી કર્મચારીઓ જેવો સમાન હકનો દાવો ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર(કોન્ટ્રાક્ટ) પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં.
ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયાધીશ વિપુલ એમ.પંચોલીની બેન્ચે અવલોકન કરતાં જણાવ્યું કે, સરકારી નોકરી એક 'જાહેર સંપત્તિ' છે અને તેના પર દેશના દરેક લાયક નાગરિકનો સમાન અધિકાર છે. અદાલતે ભારપૂર્વક કહ્યું કે, નિયમિત નિમણૂક એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. જેમાં તમામ લાયક ઉમેદવારોને તક મળે છે. જ્યારે કોન્ટ્રાક્ટ પરની ભરતી એજન્સીની મરજી પર નિર્ભર હોય છે. તેથી કાયદાની નજરમાં બંને શ્રેણીઓ સંપૂર્ણપણે અલગ છે.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે વર્ષ 2018માં નંદયાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં સફાઈ કામદારોને નિયમિત કર્મચારીઓ જેવું વેતન અને ભથ્થા આપવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જો નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો તફાવત ખતમ કરી દેવામાં આવે તો નિમણૂકની વિવિધ પદ્ધતિઓ(જેમ કે કાયમી, કરાર આધારિત કે આઉટ સોર્સીંગ)નો મૂળ આધાર તેની પવિત્રતા ગુમાવી દેશે. કોર્ટે વધુમાં કહ્યું કે, નિયમિત ભરતી પ્રક્રિયામાં અનેક સુરક્ષા પાસાઓ હોય છે. જેથી પક્ષપાત વગર માત્ર યોગ્યતાના આધારે પસંદગી થાય.
મહત્વપૂર્ણ છે કે, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની નંદયાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ વિવાદ સામે આવ્યો છે. સફાઈ કામદારો 1994થી ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યરત હતા અને સમય જતાં કોન્ટ્રાક્ટરો પણ બદલાતા રહ્યા હતા. સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી આકસ્મિક કે કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાને કાયમી નોકરીની સમકક્ષ ગણી શકાય નહીં. કારણ કે તેનાથી પારદર્શક સરકારી ભરતી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ