શ્વાનનું મગજ કોઈ વાંચી નથી શકતું: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે હ્યું કે, શ્વાન ક્યારે ક્યારે હુમલો કરશે તે જાણી શકાતું નથી

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલતમાં રખડતા શ્વાનોના મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ રખડતા શ્વાનનું મગજ વાંચી શકતી નથી કે તે ક્યારે કરડવાના મૂડમાં છે અને ક્યારે નહિ. સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચે રાજસ્થાનના તાજેતરના કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં છેલ્લા 20 દિવસમાં રખડતા પશુઓને કારણે 2 ન્યાયાધીશો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, એક જજને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે અને તેઓ હજુ સુધી સાજા થઈ શક્યા નથી. કોર્ટે આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, અમે આજે કુતરા પ્રેમીઓ, શ્વાનોને ધિક્કારનારાઓ અને કૂતરા કરડવાનો ભોગ બનેલા પીડિતો એમ તમામ પક્ષોની વાત વિગતવાર સાંભળીશું.
પ્રાણીઓ અકસ્માતનું કારણ બને છે
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જ્યારે દલીલ કરી કે શ્વાન સામાન્ય રીતે રસ્તા પર હોતા નથી પરંતુ કમ્પાઉન્ડમાં હોય છે, ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા વળતો પ્રશ્ન કર્યો હતો. કોર્ટે કહ્યું કે, તમારી જાણકારી જૂની લાગે છે, હકીકતમાં રખડતા શ્વાનો રસ્તા પર જ હોય છે. કોર્ટે ઉમેર્યું કે, સમસ્યા માત્ર કૂતરા કરડવાની જ નથી, પરંતુ તેઓ જે રીતે વાહનોની પાછળ દોડે છે તેના કારણે પણ ગંભીર અકસ્માતો સર્જાય છે. રસ્તાઓ પર વાહનોની અવર-જવર હોય ત્યારે આ પ્રાણીઓ જીવલેણ અકસ્માતનું કારણ બને છે.
નિવારણ એ ઈલાજ કરતા હંમેશા શ્રેષ્ઠ હોય છે
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, નિવારણ એ ઈલાજ કરતા હંમેશા શ્રેષ્ઠ હોય છે, તેથી રસ્તાઓને રખડતા શ્વાનોથી મુક્ત રાખવા જરૂરી છે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ મામલે મજબૂત દલીલો રજૂ કરી હતી. તેમણે ગેટ ધરાવતી સોસાયટીઓમાં કૂતરા રાખવા અંગેના નિયમો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનને વોટિંગ દ્વારા નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ?
પ્રાણી પ્રેમી સાથે માનવ પ્રેમી પણ હોવું જોઈએ
મહેતાએ કટાક્ષમાં કહ્યું કે, આપણે બધા પ્રાણી પ્રેમી છીએ, પરંતુ આપણે માનવ પ્રેમી પણ હોવું જોઈએ. જો કોઈ ભવિષ્યમાં ભેંસનું દૂધ પીવા માટે સોસાયટીમાં ભેંસ લાવવાની જીદ્દ કરે તો શું તેની મંજૂરી આપી શકાય? આનાથી અન્ય રહીશોને તકલીફ થઈ શકે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ હજુ સુધી અગાઉના આદેશોના પાલન અંગે જવાબ દાખલ કર્યો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ