સ્ટાઇલિશ ચોર! વૈભવી કારમાં આવી અને મંદિરમાંથી ચાંદીની મૂર્તિ ચોરી રફુચક્કર થઇ ફિઝિયોથેરેપિસ્ટ
પોલીસે કાર નંબર પરથી મહિલાની ઓળખ કરી

સ્ટાઇલિશ ચોર!

સ્ટાઇલિશ ચોર!
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્ટાઇલિશ ચોરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ભોપાલમાં પોલીસે એક મહિલા ફિઝિયોથેરેપિસ્ટની ચોરીના આરોપમાં ધકપકડ કરી લીધી છે. આ મહિલાએ એક હૉસ્પિટલ પરિસરમાં બનેલા મંદિરમાંથી ચાંદીની મૂર્તિની ચોરી કરી લીધી હતી. CCTV ફૂટેજની મદદથી તલાશ કરી રહેલી પોલીસે મૂર્તિ પણ રિકવર કરી લીધી છે.
મિસરોદ સ્થિત એક પ્રાયવેટ હૉસ્પિટલના સ્ટાફે ફરિયાદ નોંધાવી હતી કે, હૉસ્પિટલ પરિસરમાં સ્થિત મંદિરમાંથી લક્ષ્મી માતાની 60 હજારની કિંમતની ચાંદીની મૂર્તિ ચોરી થઈ ગઈ છે.
ફરિયાદના આધારે તપાસ કરી રહેલી પોલીસે જ્યારે હૉસ્પિટલના CCTV ફૂટેજ તપાસ્યા તો એક શંકાસ્પદ મહિલા હાથમાં બે બોક્સ લઈને જતી નજર આવી. આગળ જઈને મહિલા એક કારમાં બેસી ગઈ અને ડ્રાઇવિંગ કરીને ત્યાંથી જતી રહી. પોલીસે કાર નંબર પરથી મહિલાની ઓળખ કરી લીધી. ત્યારબાદ જ્યારે પોલીસ મહિલાના ઘરે પહોંચે છે ત્યારે ત્યાંથી ચોરી થયેલી મૂર્તિ મળી આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ