દિલ્હીમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો
ટોળાના પથ્થરમારીના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લીધી

દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો

દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો
દિલ્હીના ઓલ્ડ દિલ્હી વિસ્તારમાં આવેલા તુર્કમાન ગેટ પાસે બુધવારે વહેલી સવારે ભારે હોબાળો મચી ગયો હતો. ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વહેલી સવારે આશરે 1 વાગ્યે જ્યારે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસના બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસક પ્રતિક્રિયામાં 4થી 5 પોલીસ જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિને વણસતી અટકાવવા અને ભીડને વિખેરવા માટે દિલ્હી પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને મર્યાદિત બળપ્રયોગ કરીને શાંતિ સ્થાપી હતી.
જૂના આદેશ મુજબ તોડફોડ શરૂ રાખી
આ સમગ્ર કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ કરવામાં આવી હતી. હાઈકોર્ટે રામલીલા મેદાન પાસેના તુર્કમાન ગેટ વિસ્તારમાં આશરે 38,940 ચોરસ ફૂટ જમીન પરથી દબાણ હટાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો હતો. ઓક્ટોબર 2025માં કરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં જાણવા મળ્યું હતું કે રોડ, ફૂટપાથ, કોમ્યુનિટી હોલ અને ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટર જેવી જગ્યાઓ પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. જોકે, મસ્જિદ સૈયદ ઈલાહીની વ્યવસ્થાપક સમિતિએ આ કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી હતી. તેમની દલીલ છે કે ,આ જમીન વકફ પ્રોપર્ટી છે અને તેની સત્તા વકફ ટ્રિબ્યુનલ પાસે છે. કોર્ટે આ મામલે નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 22 એપ્રિલ પર નક્કી કરી છે, પરંતુ જૂના આદેશ મુજબ તોડફોડ ચાલુ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: નરોડામાં દબાણ હટાવતી ટીમ પર પથ્થરમારો
મુખ્ય રસ્તાઓ ટાળવા માટે એડવાઈઝરી જારી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને 9 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો અને દરેક ઝોનની જવાબદારી એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને સોંપવામાં આવી હતી. હિંસા બાદ હવે પોલીસ CCTV ફૂટેજ, બોડી કેમેરા અને વીડિયો રેકોર્ડિંગ દ્વારા પથ્થરમારો કરનારા આરોપીઓની ઓળખ કરી રહી છે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ તોડફોડ ઝુંબેશને કારણે ટ્રાફિક પર પણ ભારે અસર પડી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે અજમેરી ગેટ, મિન્ટો રોડ અને જેએલએન માર્ગ જેવા મુખ્ય રસ્તાઓ ટાળવા માટે એડવાઈઝરી જારી કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ