ફ્લેટમાં રહી બનો આંબાના માલિક! જાણો કેવી રીતે?
એક એવું સ્ટાર્ટઅપ જે તમને કેરીનું ઝાડ ભાડે અપાવશે; ઓર્ગેનિક કેરી સીધી ખેતરથી તમારા ઘરે..

ઓર્ગેનિક કેરી સીધી ખેતરથી તમારા ઘરે

ઓર્ગેનિક કેરી સીધી ખેતરથી તમારા ઘરે
ભારતમાં ઉનાળો એટલે કેરીની સીઝન. આલ્ફાન્સો (હાફૂસ), કેસર કે બંગનપલ્લી જેવી કેરીઓનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. હવે તો માર્કેટમાં કેરીની પેટીઓ મળે અને તે જ લઇને આપણે કેરીની તલપ સંતોષવી પડે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ખેતર માલિક બન્યા વગર તમે આખેઆખા ઝાડના માલિક બની શકો? આ ઝાડ એટલે કેરીના ઝાડ! હા, કોચીના એક વાયરલ સ્ટાર્ટઅપે 'Rent A Tree' પ્લેટફોર્મ દ્વારા આ વિચારને હકીકત બનાવી દીધી છે.
શું છે આ 'રેન્ટ અ ટ્રી' મોડેલ?
આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો આખી સીઝન માટે એક આંબાનું ઝાડ ભાડે રાખી શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે:
ગ્રાહકોએ આ સ્ટાર્ટઅપના પ્લેટફોર્મ પર જઈને વિવિધ આંબાવાડિયામાં ઉપલબ્ધ ઝાડ જોવાનું રહેશે જેમાં એક સીઝનનું ભાડું અંદાજે ₹10,300 થી શરૂ થાય છે. અને બદલામાં, તે ઝાડ પર જેટલો પણ પાક ઉતરે (અંદાજે 90 કિલો સુધી), તે બધી જ કેરી ગ્રાહકની ગણાશે.
ખેડૂત સાચવશે અને તમે માણશો
મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેતરો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. ખેડૂતો ઝાડની માવજત કરે છે અને જ્યારે કેરી કુદરતી રીતે પાકી જાય, ત્યારે તેને સુરક્ષિત રીતે પેક કરીને સીધી ગ્રાહકના ઘરે પહોંચાડવામાં આવે છે.
એટલે કે, અમદાવાદ કે મુંબઈના એપાર્ટમેન્ટમાં બેસીને તમે ગર્વથી કહી શકશો કે "હું એક કેરીના ઝાડનો માલિક છું" અથવા તો "તમે જે આ કેરી ખાઓ છો એ મારા ઝાડની કેરીઓ છે"
ગ્રાહકોમાં ભારે ક્રેઝ
આજકાલ લોકો પોતાના ખોરાકની શુદ્ધતા વિશે વધુ જાગૃત થયા છે. આ મોડેલ દ્વારા ગ્રાહકોને ખબર હોય છે કે તેમની કેરી કયા ખેતરના કયા ઝાડ પરથી આવી છે. યુઝર્સ આ આઈડિયાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "શહેરમાં રહીને કુદરત સાથે જોડાવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે." નિષ્ણાતોના મતે, આનાથી ખેડૂતોને બજારના ભાવમાં થતી વધઘટથી રક્ષણ મળે છે અને ગ્રાહકોને કેમિકલ વગરની શુદ્ધ કેરી મળે છે.
આ ઉનાળે કેરી ખરીદવાને બદલે ઝાડ ભાડે રાખવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ