Kerala : સિંગાપોરના જહાજમાં આગ, ભારતીય નૌસેના અને તટરક્ષક દળ બન્યા તારણહાર!
ભારતીય નૌસેનાએ 18 ક્રૂને બચાવી 'ઓપરેશન રાહત' કર્યું શરૂ!

INS સુરતની ગર્જના...

INS સુરતની ગર્જના...
કેરળ (Kerala) તટ નજીક સિંગાપોરના ઝંડાવાળા કન્ટેનર જહાજ 'એમવી વાન હાઈ 503' માં ભયાનક વિસ્ફોટ થતાં દરિયામાં હાહાકાર મચી ગયો છે. આ વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે 18 જેટલા ક્રૂ મેમ્બર્સને સળગતા જહાજને છોડીને ભાગી છૂટવાની ફરજ પડી હતી. જોકે, ભારતીય નૌસેના અને તટરક્ષક દળની ત્વરિત કાર્યવાહીને કારણે તમામ 18 ક્રૂ મેમ્બર્સનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટના બાદ ભારતીય નૌસેનાએ INS સુરતને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ડાયવર્ટ કર્યું છે.
રક્ષા જનસંપર્ક અધિકારી દ્વારા મળેલી માહિતી મુજબ, સોમવારે સવારે લગભગ 10.30 વાગ્યે કેરળ (Kerala) તટ પાસે આ કન્ટેનર જહાજમાં અંડરડેક વિસ્ફોટ થયો હતો. મુંબઈ સ્થિત દરિયાઈ પરિચાલન કેન્દ્ર (MOC) દ્વારા કોચ્ચિમાં તેમના સમકક્ષોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. 270 મીટર લાંબુ અને 12.5 મીટર ડ્રાફ્ટ ધરાવતું આ જહાજ 7 જૂને કોલંબોથી રવાના થયું હતું અને 10 જૂને મુંબઈ પહોંચવાની અપેક્ષા હતી.
રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ જહાજમાં ભયાનક આગ લાગી ગઈ હતી અને તે પાણીમાં વહી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય તટરક્ષક જહાજો સચેત, અર્ણવેશ, સમુદ્ર પ્રહરી, અભિનવ, રાજદૂત અને સી-144 તાત્કાલિક બચાવ અભિયાનમાં જોડાયા હતા. તેમણે સળગતા જહાજને છોડીને ભાગેલા તમામ 18 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
આ ઘટનાની ગંભીરતાને પારખીને પશ્ચિમી નૌસેના કમાન્ડે ત્વરિત કાર્યવાહી કરી. પીઆરઓ (રક્ષા) એ જણાવ્યું કે, "9 જૂન 2025 ના રોજ લગભગ 10.30 વાગ્યે MOC (કોચ્ચિ) ને MOC (મુંબઈ) થી MV વાન હાઈ 503 પર વિસ્ફોટની માહિતી મળી." જેના જવાબમાં, ભારતીય નૌસેનાએ તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે INS સુરતને ડાયવર્ટ કર્યું, જે કોચ્ચિમાં ડોક થવા માટે નિર્ધારિત હતું. સવારે 11 વાગ્યે પશ્ચિમી નૌસેના કમાન્ડ દ્વારા જહાજને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ, ASP આકાશ રાવ શહીદ, અનેક જવાનો થયા ઈજાગ્રસ્ત
સ્થિતિનું આકલન કરવા અને સહાયનું સંકલન કરવા માટે કોચ્ચિમાં નૌસેનાના હવાઈ મથક INS ગરુડ થી નૌસેનાના ડોર્નિયર વિમાન ની એક ઉડાનની પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ ભયાનક ઘટનાએ દરિયાઈ સુરક્ષા અને જહાજોની જાળવણી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, પરંતુ ભારતીય નૌસેના અને તટરક્ષક દળની સરાહનીય કામગીરીએ મોટી જાનહાનિ ટાળી છે.
આ પણ વાંચો : Thane મુમ્બ્રા રેલવે સ્ટેશન પર દુ:ખદ અકસ્માત: 10 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 5ના મોત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.