એક સીધી રેખામાં આવેલા સાત શિવાલય અને તેના રહસ્યો
ભારતમાં એક જ સીધી રેખામાં આવેલા છે આ શિવ મંદિર, તેના રહસ્યો જાણી તમે પણ ચોંકી જશો
આ મંદિરો છે રહસ્યોથી ભરપુર
આ મંદિરો છે રહસ્યોથી ભરપુર
દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવા શ્રાવણ માસનો અંત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં દેશભરમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભારતમાં એવા ઘણા શિવ મંદિરો છે જે ભક્તિની સાથે સાથે આશ્ચર્ય અને રહસ્યોને પણ સમાવી લે છે. આ મંદિરોમાંના કેટલાક મંદિરો એક રહસ્યમય રેખા પર આવેલા છે, જેને 'શિવ શક્તિ અક્ષ રેખા' કહેવામાં આવે છે. આ રેખા ઉત્તરમાં આવેલા કેદારનાથથી લઈને દક્ષિણમાં આવેલા રામેશ્વરમ સુધી લગભગ 2,382 કિલોમીટરના અંતરમાં વિસ્તરેલી છે અને આશ્ચર્યજનક રીતે 79 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત છે.

આ રેખા પર આવેલા સાત પ્રાચીન શિવ મંદિરોમાંથી પાંચ મંદિરો પંચમહાભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ)નું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરોનું અસ્તિત્વ પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની ઊંડી સમજણ દર્શાવે છે, જે ટેકનોલોજી વિના પણ આટલી ચોકસાઈ સાથે સ્થાપિત થયા હતા.
શિવ શક્તિ અક્ષ રેખાના સાત રહસ્યમય મંદિરો 1. કેદારનાથ મંદિર (ઉત્તરાખંડ)
'શિવ શક્તિ અક્ષ રેખા'નું ઉત્તરીય છેડું, 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવું કેદારનાથ મંદિર છે. હિમાલયની ગોદમાં 3,583 મીટરની ઊંચાઈ પર મંદાકિની નદીના કિનારે આવેલું આ મંદિર મહાદેવની ભવ્યતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું અને 8મી સદીમાં આદિ શંકરાચાર્યે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
2. શ્રીકાલહસ્તી મંદિર (આંધ્ર પ્રદેશ) - વાયુ તત્વ
આંધ્ર પ્રદેશના તિરુપતિથી 36 કિલોમીટર દૂર, સ્વર્ણમુખી નદીના કિનારે આવેલું આ મંદિર વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંના શિવલિંગને 'વાયુ લિંગમ' કહેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે મંદિરના બંધ ગર્ભગૃહમાં પણ દીપકની જ્યોત સતત હલતી રહે છે, જે વાયુની હાજરીનો અનુભવ કરાવે છે. આ મંદિર 5મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું માનવામાં આવે છે.
3. એકાંબરેશ્વર મંદિર (તમિલનાડુ) - પૃથ્વી તત્વ
તમિલનાડુના કાંચીપુરમમાં આવેલું આ મંદિર પૃથ્વી તત્વનું પ્રતીક છે. અહીંનું શિવલિંગ રેતીથી બનેલું 'સ્વયંભૂ લિંગ' છે, જેને માતા પાર્વતીએ સ્થાપિત કર્યું હતું. 600 ઈ.સ.ની આસપાસ ચોલ વંશના રાજાઓએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરનું 172 ફૂટ ઊંચું રાજ ગોપુરમ તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે.
4. અરુણાચલેશ્વર મંદિર (તમિલનાડુ) - અગ્નિ તત્વ
તમિલનાડુના તિરુવન્નામલૈ જિલ્લામાં અરુણાચલ પર્વતના તળિયે આવેલું આ મંદિર અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં શિવની પૂજા 'અગ્નિ લિંગમ'ના રૂપમાં થાય છે. દર વર્ષે અહીંના કાર્તિક દીપમ ઉત્સવમાં પહાડી પર એક વિશાળ દીવો પ્રગટાવવામાં આવે છે, જે શિવની અગ્નિ શક્તિ દર્શાવે છે. આ મંદિરનું નિર્માણ 9મી સદીમાં ચોલ વંશ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
5. જંબુકેશ્વર મંદિર (તમિલનાડુ) - જળ તત્વ
તમિલનાડુના તિરુવનૈકાવલ ખાતે સ્થિત આ મંદિર જળ તત્વનું પ્રતીક છે. અહીંના ગર્ભગૃહમાં એક ભૂગર્ભ જળસ્ત્રોત છે, જેમાંથી શિવલિંગ પર સતત પાણી વહે છે. 1800 વર્ષ જૂનું આ મંદિર સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે.
6. થિલ્લઈ નટરાજ મંદિર (તમિલનાડુ) - આકાશ તત્વ
તમિલનાડુના ચિદમ્બરમમાં આવેલું થિલ્લઈ નટરાજ મંદિર આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર ભગવાન શિવના નટરાજ સ્વરૂપને સમર્પિત છે. 10મી સદીમાં ચોલ વંશ દ્વારા નિર્મિત આ મંદિર વૈદિક અને તમિલ પૂજા પદ્ધતિઓનો સંગમ છે. અહીં શિવલિંગની પૂજા નિરાકાર રૂપમાં થાય છે.
7. રામેશ્વરમ મંદિર (તમિલનાડુ)
'શિવ શક્તિ અક્ષ રેખા'નું દક્ષિણી છેડું, 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવું રામેશ્વરમ મંદિર છે. રામાયણ અનુસાર, ભગવાન રામે અહીં રાવણને હરાવ્યા બાદ રેતીનું શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. તેની સ્થાપત્યકલા પણ ઘણી અનોખી છે.
પ્રાચીન ભારતીય વિજ્ઞાનનો અનોખો પુરાવોઆ મંદિરોનું 79 ડિગ્રી રેખાંશ પર એક સીધી રેખામાં હોવું એક મોટું રહસ્ય છે. આ મંદિરો હજારો વર્ષો જૂના છે, જ્યારે અક્ષાંશ-રેખાંશ માપવાની કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી. તેમ છતાં, અલગ-અલગ સમયગાળા અને જુદા-જુદા રાજવંશો દ્વારા નિર્મિત આ મંદિરો એક જ રેખામાં કેવી રીતે ગોઠવવામાં આવ્યા તે આજે પણ એક સવાલ છે. આના પરથી કહી શકાય કે પ્રાચીન ભારતીય સભ્યતા પાસે યોગ અને વાસ્તુ વિજ્ઞાનની અદ્યતન સમજણ હતી. કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે આ રેખા પૃથ્વીની ભૂ-ચુંબકીય ઊર્જા સાથે જોડાયેલી હોઈ શકે છે. આ શિવ મંદિરો માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પરંતુ પ્રાચીન ભારતના વિજ્ઞાન, વાસ્તુકલા અને રહસ્યમય જ્ઞાનના અદ્ભુત ઉદાહરણો પણ છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.