SC નો કડક આદેશ, 'જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થયું હોય તેનું લાઇસન્સ રદ...'
હોસ્પિટલમાંથી કોઇ નવજાત બાળક ચોરી થયું હોય સૌથી પહેલા તેનું લાઇસન્સ રદ કરવું જોઈએ...

બાળક ચોરીના આરોપીઓના જામીન રદ...

બાળક ચોરીના આરોપીઓના જામીન રદ...
ચાઇલ્ડ ટ્રાફિકિંગના એક સંવેદનશીલ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નવજાત બાળકોની તસ્કરીના મામલે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જે હોસ્પિટલમાંથી કોઈ નવજાત બાળક ગુમ થાય, તો રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તે હોસ્પિટલનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ. આ ચુકાદાથી બાળક ચોરીના નેટવર્કને તોડવામાં મદદ મળશે તેવી આશા છે.
સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણી...
વારાણસી અને આસપાસની હોસ્પિટલોમાં બાળક ચોરીની ઘટનાઓમાં પકડાયેલા આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2024 માં જામીન આપ્યા હતા. આ નિર્ણયની સામે પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતા સમજીને તપાસનો વ્યાપ વધાર્યો હતો. કોર્ટે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ પાસેથી આ અંગે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો.
બાળક ચોરીના ગુનેગારોના જામીન રદ...
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે આરોપીઓના જામીન તાત્કાલિક રદ કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આ એક રાષ્ટ્રવ્યાપી ગેંગ હતી, જેના દ્વારા ચોરી કરાયેલા નિર્દોષ બાળકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાન જેવા દૂરના રાજ્યોમાંથી પણ મળી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ આરોપીઓને સમાજ માટે ખતરારૂપ ગણાવ્યા છે અને કહ્યું કે તેમને જામીન આપવાનો હાઈકોર્ટનો નિર્ણય બેજવાબદારીભર્યું વલણ દર્શાવે છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે જામીનના આદેશને પડકારવામાં મોડું કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની પણ આકરી ટીકા કરી છે.
રાજ્ય સરકારો માટે સુપ્રીમ કોર્ટના આકરા આદેશ...
સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ ટ્રાફિકિંગના કેસમાં ભારતીય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવેલા સૂચનોને પોતાના ચુકાદામાં સામેલ કર્યા છે અને તમામ રાજ્ય સરકારોને આ સૂચનોનો અભ્યાસ કરીને તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. એક મહત્વપૂર્ણ આદેશમાં કોર્ટે જણાવ્યું છે કે, જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે, તો રાજ્ય સરકારે તાત્કાલિક તે હોસ્પિટલનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ. કોર્ટ માને છે કે આ પગલું બાળક ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી રોકવામાં મદદરૂપ થશે.
માતા-પિતાને સાવધાન રહેવાની સુપ્રીમ કોર્ટની ચેતવણી...
સુપ્રીમ કોર્ટે દેશના તમામ માતા-પિતાને સલાહ આપી છે કે, તેઓ હોસ્પિટલમાં પોતાના નવજાત બાળકોની સુરક્ષાને લઈને વધુ સતર્ક રહે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તેઓ ચાઇલ્ડ ટ્રાફિકિંગના પેન્ડિંગ કેસોની માહિતી તાત્કાલિક મેળવે અને ટ્રાયલ કોર્ટને છ મહિનાની અંદર તેનો નિકાલ લાવવાનો આદેશ આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.