સાંગલી ડ્રગ્સ કેસ: કેમિકલ સપ્લાયર ઝડપાયો
સાંગલી ડ્રગ્સ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે ગુજરાતમાંથી બૃજેશ નામના કેમિકલ સપ્લાયરની ધરપકડ

ગુજરાતમાંથી કેમિકલ સપ્લાયરની ધરપકડ

ગુજરાતમાંથી કેમિકલ સપ્લાયરની ધરપકડ
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ડ્રગ્સ કેસમાં પકડાયેલી ફેલક્ટરીને અંગે મુંબઈ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી, જે બાદ એક રાસાયણિક સપ્લાયરની ધરપકડ કરી. આરોપીની ઓળખ 34 વર્ષીય બૃજેશ તરીકે થઈ છે, જેને ગુજરાતમાંથી ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ કેસમાં બૃજેશએ તાહિર ડોલા અને મુસ્તફા ડોલાને સિંથેટિક ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી કેમિકલ સપ્લાય કરતો હતો.
બૃજેશ અત્યારે 29 જુલાઈ 2025 સુધી પોલીસ કસ્ટડીમાં છે અને આશા છે કે, કડક પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થશે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી છે અને 126.14 કિલોગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹256 કરોડ થાય છે.
મહત્વનું છે કે, મુસ્તફા UAEમાંથી પકડાઈને ભારતમાં લાવવામાં આવ્યો છે અને તાહિર ડોલાની પણ ધરપકડ થઈ છે. બંને આરોપીઓનો સંબંધ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સહયોગી સલીમ ડોલા સાથે છે. સલીમ દાઉદના એવા આંતરિક ગઠનનો હિસ્સો છે, જે ભારતમાં ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સંભાળે છે. તેના પિતા સલીમ અગાઉ પણ ડ્રગ્સ કેસમાં જોડાયો હતો, જેમ કે, 100 કિલોગ્રામ ફેન્ટાનિલ ડ્રગ્સના જપ્તી કેસમાં પણ તેનું નામ આવ્યું હતું.
હાલમાં સલીમ હજુ સુધી ફરાર છે, અને પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...