'બદલાની ભાવનાથી કરાઈ કાર્યવાહી...', રોબર્ટ વાડ્રાએ ED પર ઉઠાવ્યા ગંભીર સવાલો
રોબર્ટ વાડ્રાએ આક્રોશ સાથે પૂછ્યું કે હવે કેસમાં કંઈ નથી તો શું ED ને કંઈ શોધવામાં 20 વર્ષ લાગશે?

રોબર્ટ વાડ્રાને ED એ બીજું સમન્સ જારી કર્યું...

રોબર્ટ વાડ્રાને ED એ બીજું સમન્સ જારી કર્યું...
ગુરુગ્રામમાં જમીન સોદા સાથે જોડાયેલા કેસમાં પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ચાલી રહેલી તપાસ અંગે રોબર્ટ વાડ્રાએ તીવ્ર સવાલો ઉઠાવ્યા છે. વાડ્રાએ સ્પષ્ટપણે જણાવ્યું કે હવે આ કેસમાં કશું જ બચ્યું નથી. મંગળવારે ED ઓફિસમાં હાજર થવા દરમિયાન વાડ્રાએ આક્ષેપ કર્યો કે તેમની સામે આ તપાસ માત્ર અને માત્ર બદલાની ભાવનાથી કરવામાં આવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ તપાસ અંગે ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ આવશે. વાડ્રાએ ભારપૂર્વક કહ્યું કે, તેઓ હંમેશા લોકો અને લઘુમતીઓના હિતોની વાત કરે છે. જ્યારે પણ તેઓ સરકારની ખામીઓને ઉજાગર કરે છે અથવા રાજકારણમાં આવવાની પોતાની વિચારણા વ્યક્ત કરે છે, ત્યારે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને તેમને નિશાન બનાવવામાં આવે છે.
બીજી વખત પાઠવવામાં આવ્યું સમન્સ...
રોબર્ટ વાડ્રાએ આક્રોશ સાથે પૂછ્યું કે, હવે કેસમાં કંઈ નથી તો શું ED ને કંઈ શોધવામાં 20 વર્ષ લાગશે? તેમણે જણાવ્યું કે, તેઓ અત્યાર સુધીમાં 15 વખત તપાસનો સામનો કરી ચૂક્યા છે અને તેમને 10-10 કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે. તેમણે 23 હજાર દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં, ફરીથી એક અઠવાડિયાની અંદર તે જ દસ્તાવેજો ફરીથી આપવાનું કહેવામાં આવી રહ્યું છે. વાડ્રાએ આ પ્રક્રિયાને તદ્દન અયોગ્ય ગણાવી. નોંધનીય છે કે, મંગળવારે રોબર્ટ વાડ્રા તેમના નિવાસસ્થાનેથી ચાલીને ED ના કાર્યાલયે પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં વાડ્રાને આ બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ પહેલાં તેમને 8 એપ્રિલના રોજ પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું.
8 એપ્રિલે હાજર નહોતા થયા...
વ્યવસાયી રોબર્ટ વાડ્રા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ છે. તેઓ પહેલા સમન્સ પર હાજર રહ્યા નહોતા. ત્યારબાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રવર્તન નિદેશાલયે તેમને બીજું સમન્સ મોકલ્યું હતું. આ કેસ 2018 નો છે, જે ગુરુગ્રામમાં સ્કાયલાઇટ હોસ્પિટાલિટી અને ડીએલએફ વચ્ચે સાડા ત્રણ એકર જમીનના ટ્રાન્સફર સાથે સંબંધિત છે. આ કેસમાં છેતરપિંડી અને નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો છે. ઓક્ટોબર 2011 માં દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે ડીએલએફ લિમિટેડ પાસેથી રાજકીય લાભોના બદલામાં 65 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન અને જમીન પર મોટી રકમ મેળવવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.