CAની ત્રણેય પરીક્ષાના પરિણામ જાહેર: ટોપર્સની યાદી બહાર, પાસ રેટ 15%ની આસપાસ
CAની ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામ સમય પહેલા જ વેબસાઈટ પર જાહેર

CA પરીક્ષાના પરિણામ જાહેર

CA પરીક્ષાના પરિણામ જાહેર
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ આજે CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો તેમના પરિણામો icai.nic.in પર સત્તાવાર ICAI વેબસાઇટ દ્વારા મેળવી શકશે. CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓના પરિણામો બપોરે 2 વાગ્યાની આસપાસ અને CA ફાઉન્ડેશનના પરિણામો સાંજે 5 વાગ્યાની આસપાસની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સમય પેહલા જ લિન્ક સક્રિય બની હતી અને પરિણામ સાથે ફાઇનલ અને ઇન્ટર માટે સીએ ટોપર્સની યાદી પણ જાહેર કરવામાં આવી છે
વિદ્યાર્થીઓ icai.org, icaiexam.icai.org અને icai.nic.in પરથી તેમના માર્ક્સ મેમો ચકાસી અને ડાઉનલોડ કરી શકશે. ઉપરાંત ઉમેદવારો લોગિન દ્વારા પણ તેમનો AIR મેરિટ રેન્ક ચકાસી શકશે. જે ઉમેદવારોએ મે 2025માં CA ફાઇનલ, ફાઉન્ડેશન કે ઇન્ટરની પરીક્ષા આપી તેઓ રિઝલ્ટ જોઈ શકશે અને મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરી શકશે. CA પાસ થવાની ટકાવારી સામાન્ય રીતે ઓછી હોય છે કારણ કે પરીક્ષાઓ ખૂબ જ અઘરી હોય છે. CA પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા બધા પેપરમાં 40% સ્કોર હોવો જોઈએ. CA ફાઉન્ડેશનમાં ચાર પેપર છે જ્યારે CA ઇન્ટર અને સીએ ફાઇનલમાં છ પેપર છે.
CA ફાઇનલનું 18.75%, CA ઇન્ટરમીડિયેટનું 14.05 % પરિણામ અને ફાઉન્ડેશનની પરીક્ષાનું 15.09 % પરિણામ જાહેર થયું છે. CA ફાઇનલમાં ઓલ ઈન્ડિયા લીસ્ટ જાહેર કરાયું જેમાં ટોપ 3માં AIR 1 રાજન કબરા, AIR 2 નિષિતા બોથરા અને AIR 3 માનવ શાહે બાજી મારી છે. CA ઇન્ટરમીડિયેટમાં ગ્રુપ 1માં 14.17% અને ગ્રુપ 2માં 22.16% પરિણામ પ્રાપ્ત થયું છે. CA ફાઉન્ડેશનની પરીક્ષામાં કુલ 12,474 ઉમેદવારો પાસ થયા છે જેમાં 7056 પુરુષો અને 5418 મહિલા ઉમેદવારો પાસ થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...