ભારત માટે રાહત: હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે ભારતીય ટેન્કર પાઇન ગેસ જગ વસંત સુરક્ષિત રીતે ભારત આવવા રવાના

ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ

ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર સર્જાયેલા તણાવ વચ્ચે ભારત માટે અત્યંત રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. શિપ ટ્રેકિંગ ડેટાના આધારે જાણવા મળ્યું છે કે ભારતીય ધ્વજ ધરાવતા બે મહત્વપૂર્ણ LPG ટેન્કર 'પાઇન ગેસ' અને 'જગ વસંત' એ ફારસની ખાડીમાંથી પોતાની મુસાફરી ફરી શરૂ કરી દીધી છે. આ બંને જહાજોએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી લીધી છે.
વેરિફિકેશન બાદ મળી મંજૂરી :
સોમવારે બપોરે આ બંને જહાજો ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચે સ્થિત હોવાનું જાણવા મળ્યું હતું. ઈરાની સત્તાવાળાઓ દ્વારા જહાજની માલિકી, તેમાં રહેલો સામાન અને ગંતવ્ય સ્થાનની ઝીણવટભરી તપાસ (વેરિફિકેશન) કરવામાં આવી હતી. ઓળખ સ્પષ્ટ થયા બાદ ઈરાની અધિકારીઓએ આ જહાજોને આગળ વધવાની પરવાનગી આપી હતી, જે હવે સીધા ભારત તરફ આવી રહ્યા છે.
ફસાયેલા 22 જહાજો માટે આશાનું કિરણ :
યુદ્ધની સ્થિતિને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતની માલિકીના કુલ 28 જહાજો અલગ-અલગ તબક્કે ફસાયેલા હતા. તેમાંથી 22 જહાજો હજુ પણ પશ્ચિમ ભાગમાં રોકાયેલા છે, જેના પર આશરે 611 ભારતીય નાવિકો સવાર છે. પાઇન ગેસ અને જગ વસંતની રવાનગી અન્ય ફસાયેલા જહાજો માટે પણ આશાનું કિરણ લઈને આવી છે. અગાઉ 16 અને 17 માર્ચના રોજ એમટી શિવાલિક અને એમટી નંદા દેવી નામના જહાજો ક્રમશઃ મુંદ્રા અને કંડલા બંદરે સુરક્ષિત પહોંચી ચૂક્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે ભારત માટે લાઈફલાઈન ?
ભારતની ઉર્જા સુરક્ષા માટે આ દરિયાઈ માર્ગ કરોડરજ્જુ સમાન છે. ભારત તેની જરૂરિયાતનું નીચે મુજબનું પ્રમાણ આ માર્ગે આયાત કરે છે:
88% ક્રૂડ ઓઈલ
50% કુદરતી ગેસ (Natural Gas)
60% રાંધણ ગેસ (LPG)
સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈ જેવા દેશોમાંથી આવતો જથ્થો આ જ જળમાર્ગ પર નિર્ભર છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારતના ઘરેલું અને ઔદ્યોગિક વપરાશ પર તેની સીધી અસર પડી શકે છે.
વૈશ્વિક સ્થિતિ હજુ પણ ગંભીર :
માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આ માર્ગ પરનો અવરોધ ચિંતાનો વિષય છે. હાલમાં ફારસની ખાડીમાં અંદાજે 500 જેટલા વિવિધ ટેન્કરો ફસાયેલા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન અત્યારે દરેક જહાજની કડક તપાસ કરી રહ્યું છે, જેના કારણે પરિવહનની ગતિ ધીમી પડી છે. જો કે, ભારતીય જહાજોની ક્રમશઃ વાપસી દર્શાવે છે કે રાજદ્વારી સ્તરે પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ