એપ્રિલમાં રેશનકાર્ડધારકોને મળશે 3 મહિનાનું અનાજ
સરકારે 41 લાખ નકલી કાર્ડ રદ કર્યા, હવે લાભાર્થીઓને એકસાથે અનાજ વિતરણ

3 મહિનાનું રેશન વિતરણ યોજના

3 મહિનાનું રેશન વિતરણ યોજના
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે જ સરકારે રેશનિંગ સિસ્ટમમાં રહેલી ગેરરીતિઓ દૂર કરવા માટે લાખોની સંખ્યામાં બોગસ રેશનકાર્ડ પણ રદ કર્યા છે.
એપ્રિલમાં મળશે ટ્રિપલ ફાયદો :
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, એપ્રિલ 2026 માં રેશનકાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા પરિવારો પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી આ જથ્થો મેળવી શકશે. જોકે, સરકાર દ્વારા એકસાથે ત્રણ મહિનાનું અનાજ આપવા પાછળનું કોઈ વિશેષ કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ આ પગલાથી ઉનાળાના મહિનાઓમાં લોકોને મોટી રાહત મળશે.
નકલી રેશનકાર્ડ ધારકો સામે લાલ આંખ :
સરકારે અપાત્ર અને નકલી રેશનકાર્ડ ધારકોને સિસ્ટમમાંથી બહાર કરવા માટે મોટું અભિયાન ચલાવ્યું છે. સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખથી વધુ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.
હરિયાણા: સૌથી વધુ 13.43 લાખ કાર્ડ રદ
રાજસ્થાન: 6.05 લાખ કાર્ડ રદ
ઉત્તર પ્રદેશ: 5.97 લાખ કાર્ડ રદ
પશ્ચિમ બંગાળ: 3.74 લાખ કાર્ડ રદ
મધ્ય પ્રદેશ: 2.60 લાખ કાર્ડ રદ
ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી માત્ર ખરા લાભાર્થીઓ સુધી જ સરકારી સહાય પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રેશનિંગ સિસ્ટમનું ડિજિટાઈઝેશન :
જાહેર વિતરણ પ્રણાલી (PDS) માં પારદર્શિતા લાવવા માટે સરકારે હવે સંપૂર્ણપણે ડિજિટલ માર્ગ અપનાવ્યો છે. હાલમાં દેશની લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો લગાવી દેવામાં આવ્યા છે. દેશના 99% થી વધુ લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે લિંક થઈ ગયા છે, જેના કારણે અનાજની ચોરી અને કાળાબજાર અટકાવવામાં મોટી સફળતા મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ