Rapido ડ્રાઈવરે યુવતીની જાતીય સતામણી કરતા ઝડપાયો
યુવતી સાથે અયોગ્ય વર્તન કરતી ઘટના સોશિયલ મીડિયા પોસ્ટમાં વાયરલ, પોલીસે કાર્યવાહી કરી

Rapido ડ્રાઈવરે યુવતીની જાતીય સતામણી કરતા ઝડપાયો

Rapido ડ્રાઈવરે યુવતીની જાતીય સતામણી કરતા ઝડપાયો
બેંગલુરુમાં Rapidoના એક ડ્રાઇવર દ્વારા મહિલા મુસાફરની સતામણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટના 6 નવેમ્બરના રોજ બની હતી અને મહિલાએ જાણે આ વિડીયો પોસ્ટ કર્યો હતો. ભોગ બનનાર યુવતીએ સોશિયલ મીડિયા પર તેની વિગતો પોસ્ટ કરી, ત્યારે આ મામલો લોકોના ધ્યાન પર આવ્યો. આજે, 9 નવેમ્બરે સતામણીના આરોપસર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
વાયરલ બાદ પોલીસ સક્રિય
સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયો જોતા બેંગલુરુ પોલીસની વિડીયો મોનિટરિંગ યુનિટે આ પોસ્ટ જોઈને તાત્કાલિક યુવતીનો સંપર્ક સાધ્યો હતો. યુવતી પાસેથી વધુ વિગતો મેળવ્યા બાદ બીજા જ દિવસે સત્તાવાર રીતે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આરોપી ડ્રાઈવરની ઓળખ લોકેશ (ઉંમર 28), રહેવાસી મુનિયપ્પા લેઆઉટ, ઉલ્લાલ, બેંગલુરુ તરીકે થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાંથી પોતાની PG હોસ્ટેલ તરફ જઈ રહી હતી.
'અચાનક મારા પગ પકડવાનો પ્રયાસ કર્યો': પીડિતા
યુવતીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘટનાની વિગતો આપતા લખ્યું હતું કે, “રાઇડ દરમિયાન ડ્રાઇવરે અચાનક મારા પગ પકડવાનો પ્રયાસ કર્યો. આ એટલું અચાનક થયું કે હું કંઈ સમજી શકું કે રેકોર્ડ કરી શકું તે પહેલાં જ બની ગયું.”
જ્યારે ડ્રાઇવરે ફરીથી આવું કર્યું, ત્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું: “ભૈયા, ક્યા કર રહે હો, મત કરો,” પરંતુ ડ્રાઇવર ન અટક્યો. યુવતીએ જણાવ્યું કે જ્યારે તે તેના સ્થાને પહોંચી ત્યારે તે ખૂબ રડી રહી હતી. સદભાગ્યે, ત્યાં હાજર એક વ્યક્તિએ તેની ગભરામણ જોઈ અને ડ્રાઇવરને પડકાર્યો હતો.
પીડિતાએ આ ઘટના શા માટે શેર કરી તે અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “કોઈ પણ મહિલાએ આવું સહન ન કરવું જોઈએ ન કેબમાં, ન બાઇક પર, કે ન બીજે ક્યાંય. આ પહેલીવાર નથી જ્યારે મારી સાથે આવું બન્યું હોય, પરંતુ આજે હું ચૂપ રહી શકી નહીં કારણ કે હું ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી હતી.” પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ