Rajasthan ની અમીરી પરંપરા, 25 કરોડના મામેરાથી લગ્ન બન્યા યાદગાર...!
નાગૌરમાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું ભરાયું, જેમાં દોઢ કરોડ રોકડા, અનેક કિલો સોનું-ચાંદી, જમીન અને પેટ્રોલ પંપ ભેટમાં અપાયા...

રાજસ્થાનમાં લગ્ન બન્યા ખાસ...

રાજસ્થાનમાં લગ્ન બન્યા ખાસ...
રાજસ્થાન (Rajasthan)ની મામેરાની પરંપરા ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે ભેટસોગાદોની રકમ એટલી મોટી છે કે અગાઉના તમામ મામેરા જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જશે. નાગૌર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનો મામેરું ભરાયો હોવાના સમાચાર છે. આમાં દોઢ કરોડ રૂપિયા રોકડા, અનેક કિલો સોના-ચાંદીના ઘરેણાં, જમીન અને પેટ્રોલ પંપ સુધીની ભેટ આપવામાં આવી છે. એટલું જ નહીં, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવ્યા હતા. હવે આ મામેરાની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, આ લગ્ન ગત 4 મેના રોજ યોજાયા હતા. જ્યાં આ વિધિ માટે 100 ગાડીઓ અને 4 બસોમાં મળીને કુલ 700 લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન મામેરાના ચઢાવામાં ચાર સૂટકેસમાં દોઢ કરોડ રૂપિયા રોકડા, સવા કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વીઘા જમીન, અજમેરમાં 1 પ્લોટ, એક પેટ્રોલ પંપ, અને લગ્નમાં આવેલા 500 જાટ પરિવારોને એક-એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ આ સમગ્ર મામેરાની રકમ 21 થી 25 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. મામેરાને ભાત પણ કહેવામાં આવે છે, જે નાનાપક્ષ તરફથી ભરવામાં આવે છે. જણાવવામાં આવ્યું છે કે આ મામેરા નાગૌરીના ઝાડેલી ગામના રોટલિયા પરિવારે પોતાના ભાણેજ શ્રેયાંશના લગ્નમાં ભર્યો હતો. શ્રેયાંશ વ્યવસાયે વકીલ છે. તેમના મામા હનુમાન પોટલિયા અને નાના ભંવરલાલ પોટલિયા પણ વકીલ છે. ભંવરલાલ અગાઉ પ્રધાન પણ રહી ચૂક્યા છે.
તેમના ઉપરાંત કર્નલ રામચંદ્ર પોટરિયા સહિત સમગ્ર રોટલિયા પરિવાર ભાણેજના લગ્નમાં સામેલ થયો હતો. આ લગ્નમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. સતીશ પૂનિયા અને પૂર્વ મહામંત્રી જગદીશ છાબા પણ હાજર રહ્યા હતા.
શું છે મામેરાની પરંપરા?
મામેરા રાજસ્થાન (Rajasthan)ની એક જૂની પરંપરા છે. જેમાં બહેનના બાળકોના લગ્ન પ્રસંગે નાનાપક્ષ તરફથી અનેક ભેટો આપવામાં આવે છે. આ ભેટો મોટે ભાગે રોકડ, ઘરેણાં અને કપડાંના રૂપમાં હોય છે. આના દ્વારા બહેન અને તેના પરિવારને 'સહયોગ' આપવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મામેરું એક સ્પર્ધા જેવું બની ગયું છે. દર વર્ષે કોઈ ધનિક નાનાપક્ષ પોતાની દીકરીના સાસરિયાઓને કરોડોનો મામેરું આપીને ચર્ચામાં આવી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.