5 વર્ષ જૂના કેસમાં રાહુલ ગાંધીને ઝટકો, ચાઈબાસા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કર્યું જારી
2018ના ભાષણ મામલે રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં ઝારખંડની ચાઈબાસા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઝારખંડ રાજ્યના ચાઈબાસા સ્થિત MP-MLA કોર્ટે 5 વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂન, 2025ના રોજ વ્યક્તિગત હાજરી આપવાની સુચના આપી છે.
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માંગી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી. વકીલ કેશવ પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું કે,રાહુલ ગાંધીએ 28 માર્ચ, 2018ના રોજ કોંગ્રેસ સંમેલનમાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે ભાજપ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. આ ભાષણ અંગે ભાજપ નેતા પ્રતાપ કુમારે રાહુલ વિરુદ્ધ 9 જુલાઈ, 2018ના રોજ ચાઈબાસાની CJM કોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી હતી.
20 ફેબ્રુઆરી, 2020ના રોજ ઝારખંડ હાઈકોર્ટના આદેશ બાદ આ કેસને ચાઈબાસા સ્પેશિયલ MP-MLAએ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તે પછી, સમન્સ અને બાદમાં જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા, છતાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા. ઝારખંડ હાઈકોર્ટમાં વોરંટ સામે અરજી પણ દાખલ થઈ હતી, જેનો નિર્ણય 20 માર્ચ, 2024ના રોજ થયો હતો.
ત્યારબાદ, રાહુલ ગાંધી તરફથી ફરી ચાઈબાસા કોર્ટમાં શારીરિક હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટએ ફરીથી ફગાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.