પુરી જગન્નાથ મંદિર: 47 વર્ષ બાદ ખુલશે રત્ન ભંડાર!
47 વર્ષ બાદ થશે રત્ન-આભૂષણોનું મૂલ્યાંકન; સમગ્ર પ્રક્રિયાનું થશે ડિજિટલ રેકોર્ડિંગ

પુરી જગન્નાથ મંદિર

પુરી જગન્નાથ મંદિર
ઓડિશાના જગ વિખ્યાત પુરી જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં સદીઓથી સંગ્રહિત રત્નો અને આભૂષણોની ગણતરી તથા મરામતની પ્રક્રિયા 25 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.
આ ઐતિહાસિક કાર્ય પૂરા 47 વર્ષના લાંબા ગાળા બાદ થઈ રહ્યું છે, જેને લઈને ભક્તો અને પ્રશાસનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શુભ મુહૂર્તે શરૂ થશે પ્રક્રિયા
મંદિર પ્રબંધન સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ચૈત્ર શુક્લ સપ્તમીના શુભ અવસરે બપોરે 12:12થી 1:45 વાગ્યાની વચ્ચે ગણતરી અને મૂલ્યાંકન (ગણતી-મનતી) પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.
મંદિરના મુખ્ય પ્રશાસક અરવિંદ પાઢીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ કડક રીતે હાથ ધરવામાં આવશે.
પારદર્શિતા માટે હાઈ-ટેક વ્યવસ્થા
છેલ્લે વર્ષ 1978માં જ્યારે ગણતરી થઈ હતી ત્યારે તે 72 દિવસ ચાલી હતી. જોકે, આ વખતે પ્રશાસન તેને આધુનિક રૂપ આપી રહ્યું છે. સમગ્ર પ્રક્રિયાની વડિયોગ્રાફી કરવામાં આવશે અને તમામ આભૂષણોનું ફોટોગ્રાફી સાથે 'ઈ-કેટલોગિંગ' કરવામાં આવશે.
આનાથી ભવિષ્ય માટે એક સુરક્ષિત અને પારદર્શક ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે. સુરક્ષાના ભાગરૂપે દરરોજ કામના અંતે ચાવીઓ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓ માટે શું રહેશે વ્યવસ્થા?
ગણતરીની પ્રક્રિયા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા ચાલુ રહેશે, પરંતુ તેમને બેરિકેડની બહારથી જ દર્શનની મંજૂરી અપાશે. ભીડને ધ્યાનમાં રાખીને શનિવાર અને રવિવારે ગણતરીનું કામ બંધ રહેશે.
ઉપરાંત, મોટા ઉત્સવો કે ધાર્મિક વિધિના દિવસોએ પણ કામગીરી સ્થગિત રાખવામાં આવશે, જેનું કેલેન્ડર અગાઉથી જાહેર કરવામાં આવશે.
રત્ન ભંડારમાં રહેલા સોના-ચાંદીના આભૂષણો, હીરા, માણેક અને અન્ય કિંમતી પથ્થરોની સાચી કિંમત અને જથ્થો આ ગણતરી બાદ સત્તાવાર રીતે સામે આવશે. ભગવાન જગન્નાથના આ અખૂટ ખજાના પ્રત્યે શ્રદ્ધાળુઓમાં હંમેશા કુતૂહલ રહ્યું છે, ત્યારે 47 વર્ષ બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ