સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ, કર્નલ કુરેશીએ કહ્યુંઃ પાકિસ્તાન પશ્ચિમી સરહદો પર લગાતાર કરી રહ્યું છે હુમલા
વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણા અને પ્રચાર ફેલાવી રહ્યું છે.

સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી. વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે હાજર રહીને માહિતી આપી હતી. શુક્રવારની રાત્રે અને શનિવારે વહેલી સવાર સુધી પાકિસ્તાન સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણા અને પ્રચાર ફેલાવી રહ્યું છે અને આ પાકિસ્તાની રાજ્ય એજન્સીઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે અમારા લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, આ એક ખુલ્લેઆમ જૂઠાણું છે. સિરસા, આદમપુર એરબેઝને નુકસાન થવાના દાવા સંપૂર્ણપણે ખોટા છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, આ એરબેઝની તસવીરો પણ બતાવવામાં આવી હતી જે દર્શાવે છે કે ત્યાં બધું સામાન્ય હતું.
વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાન નાગરિક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે અને ખાસ કરીને જમ્મુ અને પંજાબમાં હુમલા કરવામાં આવ્યા છે. આજે સવારે પણ પાકિસ્તાને રાજૌરીમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક વહીવટી અધિકારીનું મોત થયું હતું. જલંધર અને ફિરોઝપુરમાં પણ હુમલા થયા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે અમૃતસર તરફ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, આ બાલિશ આરોપો છે અને આ દેશને વિભાજીત કરવાનું કાવતરું છે. પાકિસ્તાનના નાગરિકો પણ તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન દ્વારા આવા ખોટા દાવા કરવામાં કોઈ આશ્ચર્ય નથી.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાને આદમપુર, સૂરતપુર, એસ-400, નગરોટાના દારૂગોળા સેન્ટર, બ્રહ્મોસ ફેસેલિટીને તબાહ કર્યાનો દાવો કર્યો. અમે તેને ફગાવીએ છીએ.
કર્નલ કુરેશીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સેનાએ પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. ફાઇટર પ્લેન, ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો. નિયંત્રણ રેખા પર પણ ભારે ગોળીબાર થયો. શ્રીનગરથી નલિયા સુધી 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભૂજમાં નજીવું નુકસાન થયું છે. પાકિસ્તાને હાઇ-સ્પીડ મિસાઇલ છોડીને પંજાબ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મેડિકલ કોમ્પ્લેક્સને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.
પાકિસ્તાનની આ કાર્યવાહી પછી, તાત્કાલિક વળતો હુમલો કરવામાં આવ્યો. રફીકી, મુરીદ, ચકલાલા, રહેમાનયાર ખાન ખાતેના પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર શસ્ત્રો અને લડાકુ વિમાનોથી હુમલો કરવામાં આવ્યો. સિયાલકોટ એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અમને ખાતરી કરી કે ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન થાય. પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.