પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 12ના મોત, અનેક ગંભીર
મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઝેરી દારૂ પીવાના કારણે 10થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને આ સમગ્ર મામલે ઊંડાણ ...

પંજાબમાં લઠ્ઠાકાંડ

પંજાબમાં લઠ્ઠાકાંડ
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ગત રાત્રે એક દુઃખદ ઘટના બની, જેમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, પાંચ લોકોની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે, અને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઝેરી દારૂ પીવાના કારણે 10થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે પોલીસને ઝેરી દારૂ પીવાથી લોકોના મોતની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ કેસમાં પ્રભજીત સિંહ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે આ ઝેરી દારૂના સપ્લાય પાછળનો મુખ્ય વ્યક્તિ છે. તેની વિરુદ્ધ એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, પ્રભજીતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ તેમજ ગુરજંત સિંહ અને નિંદર કૌરની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ હાલમાં આ ઝેરી દારૂના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે પણ આ દારૂ માફિયાઓ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ઝેરી દારૂ પીવાથી થતા મૃત્યુની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ પંજાબ ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં આવા દુઃખદ કિસ્સાઓ સામે આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.