ફ્લાઇટમાં પેનિક એટેક, મુસાફરે લાફો ઝીંક્યો
સાથી મુસાફરે તેને લાફો ઝીંકી દીધો, કહ્યું- હું પરેશાન થઈ રહ્યો હતો; Video વાઈરલ
મુસાફરે લાફો ઝીંક્યો
મુસાફરે લાફો ઝીંક્યો
ઈન્ડિગોની મુંબઈ-કોલકાતા ફ્લાઈટમાં મુસાફરને પેનિક એટેક આવતાં અન્ય મુસાફરે તેને લાફો માર્યો
મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટનામાં એક મુસાફરને પેનિક એટેક આવતા અન્ય મુસાફરે તેને ગુસ્સામાં લાફો મારી દીધો.
ઘટનાની વિગત
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફ્લાઈટ ટેક-ઓફ માટે રનવે પર હતી ત્યારે અચાનક એક મુસ્લિમ યુવકને પેનિક એટેક આવ્યો. ગભરાટમાં તે રડવા લાગ્યો અને ફ્લાઈટમાંથી બહાર નીકળવાની માંગણી કરવા લાગ્યો. આ દરમિયાન, તે ફ્લાઈટની ગેલેરીમાં ઊભો હતો અને એર હોસ્ટેસ તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી.

તે જ સમયે, પાછળની સીટ પર બેઠેલા એક મુસાફરે ઊભા થઈને તે યુવકને જોરથી લાફો માર્યો. આ અણધારી ઘટનાથી યુવક વધુ ગભરાઈ ગયો અને જોર-જોરથી રડવા લાગ્યો. એર હોસ્ટેસ અને અન્ય મુસાફરો આ ઘટનાથી ચોંકી ગયા અને લાફો મારનાર વ્યક્તિને ઠપકો આપવા લાગ્યા.
લાફો મારનાર મુસાફરે પોતાનો બચાવ કરતા કહ્યું કે, "મને તકલીફ થઈ રહી હતી." જોકે, અન્ય મુસાફરો તેના વર્તનથી નારાજ થયા અને તેને ખોટું ગણાવ્યું. આ ઘટના બાદ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક કાર્યવાહી કરી. પેનિક એટેકથી પીડિત યુવકને બીજી સીટ પર ખસેડવામાં આવ્યો અને લાફો મારનાર મુસાફરની પણ સીટ બદલી નાખવામાં આવી.
ઈન્ડિગોનું નિવેદનઈન્ડિગોએ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ જણાવ્યું કે, "અમારી એક ફ્લાઈટમાં થયેલા હુમલાની ઘટનાથી અમે વાકેફ છીએ. આવું અભદ્ર વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને ગરિમા સાથે સમાધાન કરતી કોઈપણ કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ."
એરલાઈને વધુમાં જણાવ્યું કે, ફ્લાઈટ કોલકાતા પહોંચ્યા બાદ લાફો મારનાર વ્યક્તિને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. આ પ્રકારના વર્તનને "અનરુલી પેસેન્જર" (અવ્યવસ્થિત મુસાફર) તરીકે ઓળખવામાં આવે છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.