પહલગામ હુમલાનું પરિણામ 'ઓપરેશન સિંદૂર', પાકિસ્તાન જ જવાબદાર: ઓમર અબ્દુલ્લાહ
ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, "કોઈ પણ યુદ્ધના પક્ષમાં નથી અને પાકિસ્તાને પોતાની બંદૂકો બંધ કરવાની જરૂર છે

ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી 'ઓપરેશન સિંદૂર' કાર્યવાહી અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છે.
ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, "કોઈ પણ યુદ્ધના પક્ષમાં નથી અને પાકિસ્તાને પોતાની બંદૂકો બંધ કરવાની જરૂર છે. વર્તમાન સ્થિતિ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યાના કારણે ઊભી થઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નાગરિક કે લશ્કરી ઠેકાણાંને નિશાન નથી બનાવ્યા, પરંતુ માત્ર આતંકવાદીઓને જ ટાર્ગેટ કર્યા છે. તેમ છતાં, પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે અને અમારા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "વર્તમાન સ્થિતિ 22 એપ્રિલના પહલગામ હુમલાનું પરિણામ છે અને આ વિનાશ માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે. ભારત પાસે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કેન્દ્ર સરકારે ઘણા વર્ષોથી જમ્મુ અને કાશ્મીરનો નાશ કરનારા આતંકવાદીઓના કેમ્પો પર હુમલો કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અમારી સેનાએ લશ્કરી અને નાગરિક વિસ્તારોને ટાળીને માત્ર આતંકવાદી વિસ્તારોને જ નિશાન બનાવ્યા છે."
ઓમર અબ્દુલ્લાહે અંતમાં કહ્યું કે, "પાકિસ્તાન હવે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. આ પરિસ્થિતિની શરૂઆત પાકિસ્તાને કરી હતી. અમે ફરીથી સુધારો ઈચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાને પહેલા પોતાની બંદૂકો શાંત કરવી પડશે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.