Pahalgam attack : માનવતાની મશાલ, સ્થાનિક યુવકે આતંકવાદીઓ સામે બાથ ભીડી પરંતુ...
સ્થાનિક ઘોડેસવાર સૈયદ આદિલ હુસૈન શાહે પ્રવાસીઓને બચાવવા માટે આતંકવાદીઓ સાથે બાથ ભીડી હતી, પરંતુ બીજા આતંકવાદીએ ગોળી મારી...

આતંકવાદીઓની ક્રૂરતા સામે માનવતાની જીત...

આતંકવાદીઓની ક્રૂરતા સામે માનવતાની જીત...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના બૈસરન વિસ્તારમાં મંગળવારે એક ભયાનક આતંકવાદી હુમલો થયો. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને 26 નિર્દોષ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી. આ આતંકવાદી ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આતંકવાદીઓએ તમામ હદો વટાવી દીધી હતી, પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યો, કલમો પઢાવવા કહ્યું અને કેટલાક લોકોના પેન્ટ પણ ઉતાર્યા. આ રાક્ષસોએ થોડી જ મિનિટોમાં કેટલીય મહિલાઓની માંગ સૂની કરી દીધી અને કેટલાય બાળકોના માથેથી પિતાનો છત્ર છીનવી લીધો.
આ લોહિયાળ હુમલામાં એક સ્થાનિક નાગરિક સૈયદ આદિલ હુસૈન શાહ પણ શહીદ થયો, જે સ્થાનિક ઘોડેસવાર હતો. હકીકતમાં, આદિલ શાહે પ્રવાસીઓના જીવ બચાવવા માટે આતંકવાદીનું હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો હતો. આદિલે એક આતંકવાદી સાથે જોરદાર બાથ ભીડી, પરંતુ તે દરમિયાન બીજા આતંકવાદીએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે, આદિલ તેના પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય હતો. તેની કમાણીથી જ તેના પરિવારનું ભરણપોષણ થતું હતું. તે ઘોડાની સવારી કરાવતો હતો અને પ્રવાસીઓને ઘોડા પર લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.
સૈયદ આદિલ હુસૈન શાહની જનાજાની નમાજમાં જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા પણ સામેલ થયા હતા. CM એ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના હાપતનારમાં મૃતક સૈયદ આદિલ હુસૈન શાહના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી અને તેમને શક્ય તમામ મદદનું આશ્વાસન પણ આપ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું, "કદાચ તેણે આતંકવાદીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને એક આતંકવાદી પાસેથી બંદૂક છીનવાનો પ્રયાસ કર્યો, તેથી તેને નિશાન બનાવવામાં આવ્યો." CM એ કહ્યું, "આપણે પરિવારની કાળજી લેવી પડશે અને તેમની મદદ કરવી પડશે. હું તેમને આ ખાતરી આપવા આવ્યો છું કે સરકાર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભી છે અને અમે તેમના માટે જે પણ કરી શકીએ છીએ તે કરીશું."
આમ, પહેલગામમાં આતંકવાદીઓએ માનવતાને લજવવાનું કૃત્ય કર્યું, પરંતુ તે જ સમયે સૈયદ આદિલ હુસૈન શાહ જેવા વીરની બહાદુરીએ માનવતાને જીવંત રાખી. આદિલે પોતાના જીવની પરવા કર્યા વિના અનેક પ્રવાસીઓના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જે તેમની શૌર્યગાથા કાયમ માટે અમર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.