'ઓપરેશન સિંદૂર'ની સમીક્ષા: અમિત શાહે બોલાવી સરહદી રાજ્યોના CMની બેઠક, કાલે સર્વપક્ષીય બેઠક
ભારતીય સેનાનું 'ઓપરેશન સિંદૂર': પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર હવાઈ હુમલો, 90થી વધુ આતંકીઓનો સફાયો

કાલે યોજાશે સર્વપક્ષીય બેઠક

કાલે યોજાશે સર્વપક્ષીય બેઠક
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતીય થલ અને વાયુસેનાએ સંયુક્ત રીતે બુધવારે રાત્રે લગભગ પોણા બે વાગ્યે પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ કુલ નવ આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા હોવાના અહેવાલ છે. આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના આગામી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
કાલે યોજાશે સર્વપક્ષીય બેઠક:
'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે સવારે 11 વાગ્યે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ સમગ્ર ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપશે. ગૃહમંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ આ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત, સરકાર દ્વારા વિપક્ષના મહત્વના નેતાઓને પણ આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહની તાત્કાલિક બેઠક:
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો (ડીજીપી) અને મુખ્ય સચિવોની એક તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠક આજે બપોરે 2 વાગ્યે યોજાશે. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ તેમજ લદાખ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરો ભાગ લેશે.
90થી વધુ આતંકીઓનો ખાતમો:
પ્રાથમિક માહિતી અનુસાર, 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં 90થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાનના મુરિદકેમાં જ લગભગ 30 આતંકવાદીઓનો સફાયો થયો છે, જ્યારે અન્ય આતંકવાદી કેમ્પોમાં પણ મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. નોંધનીય છે કે લગભગ નવ જેટલા આતંકવાદી ઠેકાણાઓ પર આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
સેનાએ કરી પુષ્ટિ:
ભારતીય સેનાએ આ હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે અને સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી પાકિસ્તાની સૈન્ય સુવિધાઓ પર નહીં પરંતુ માત્ર આતંકવાદીઓના તાલીમ કેન્દ્રો અને અન્ય ઠેકાણાઓ પર કરવામાં આવી હતી. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "ન્યાય થયો, જય હિન્દ."
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં મિસાઈલથી હુમલો પણ કર્યો છે. ભારતના આ હવાઈ હુમલા બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.